- બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે રમી રહેલી ડુલીને 15 એપ્રિલે આવ્યો એટેક
- હવાઈમાં વેકેશન માણી રહી હતી ત્યારે આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો
- હાલમાં તે બ્રિસબેનની હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઓસ્ટ્રેલિયાની 24 વર્ષની મહિલા ક્રિકેટર જોસેફીન ડુલીને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે રમી રહેલી ડુલીને 15 એપ્રિલે જ્યારે તે હવાઈમાં વેકેશન માણી રહી હતી ત્યારે આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.
30 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી
જોસેફીન ડુલીને એટેક આવ્યા બાદ તેની તાત્કાલીક બ્રેઇન સર્જરી કરવામાં આવી, ત્યાર પછી તેને 30 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. હાલમાં તે બ્રિસબેનની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પ્રશંસકો સતત તેના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
જોસેફીન ડુલીને એટેક આવ્યા બાદ તેની તાત્કાલીક બ્રેઇન સર્જરી કરવામાં આવી
સાઉથ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 15 એપ્રિલે જ્યારે તે હવાઈના એક ટાપુ પર રજાઓ માણી રહી હતી ત્યારે તેને સ્ટ્રોક આવ્યો હતો. હુમલા પછી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને સૌ પ્રથમ હવાઈની રાજધાની હોનોલુલુ ખાતે એરલિફ્ટ કરવામાં આવી હતી, જેથી તેને તાત્કાલિક અસરથી ન્યુરોસર્જિકલ સારવાર આપી શકાય. ત્યાં તેની સર્જરી થઈ, ત્યારબાદ તે 18 દિવસ સુધી ICUમાં રહી. ત્યારબાદ તેને 12 દિવસ સુધી ન્યુરોસર્જિકલ વોર્ડમાં રાખવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ થોડી ગંભીર હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રિસબેનની હોસ્પિટલમાં દાખલ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની હોનોલુલુની ક્વીન્સ હોસ્પિટલમાં મગજની સર્જરી કરવામાં આવી હતી, જ્યાંથી તેને 30 દિવસ પછી જ સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવી હતી અને તેને તેના હોમ ટાઉન બ્રિસ્બેન લાવવામાં આવી હતી, જ્યાં તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોસેફીન ડુલીની તબિયત હવે સુધરી રહી છે. તેણે આ મુશ્કેલ સમયમાં તેને સાથ આપવા બદલ તેના મિત્રો અને ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો છે.
ક્રિકેટર જોસેફીન ડુલીની ક્રિકેટ કારકિર્દી
જોસેફીન ડુલીએ હજુ સુધી ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી. તેણે વર્ષ 2018-19માં બ્રિસ્બેન હીટ્સ તરફથી રમતા WBBLમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં, તે મેલબોર્ન રેનેગેડ્સ ટીમનો ભાગ છે અને ગઇ સિઝનમાં તેણે આ ટીમ માટે 14 મેચ રમી હતી. જોસેફીન ડુલીએ ગયા વર્ષે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે 11 ODI મેચ રમી હતી, જેમાં તેણે 285 રન બનાવ્યા હતા. જોસેફીન ડુલી હજુ નાની છે. હજુ તો તે ઉગીને ઉભી થઇ રહી છે ઘણું ક્રિકેટમા રમવાનું બાકી છે. હાલમાં તે બ્રિસબેન હોસ્પિટલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પરંતુ, આશા છે કે તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરતી જોવા મળશે.