- T20 વર્લ્ડકપ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત
- ભારતીય ખેલાડીઓ ફ્લોપ થતા જોવા મળ્યા
- ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ફોર્મમાં પરત ફર્યા
T20 વર્લ્ડકપ 2024 માટે ઘણી ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમની જાહેરાત થતા જ ભારતીય ખેલાડીઓ ફ્લોપ થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વર્લ્ડકપ નજીક આવતો જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ફોર્મમાં પરત ફરી રહ્યા છે. વર્લ્ડકપ પહેલા ભારતીય ખેલાડીઓનું ફ્લોપ એક મોટી સમસ્યા સાબિત થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું ફોર્મમાં વાપસી માત્ર ભારત માટે જ નહીં પરંતુ T20 વર્લ્ડકપમાં રમી રહેલી ટીમો માટે પણ મોટી ખતરાની ઘંટડી સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં રમાયેલ ODI વર્લ્ડકપ 2023નો ખિતાબ જીત્યો હતો. હવે આવી સ્થિતિમાં કાંગારુ ટીમ T20 વર્લ્ડકપની પ્રબળ દાવેદાર બની શકે છે.
ભારતીયો નિષ્ફળ, કાંગારૂ ખેલાડીઓ ફોર્મમાં પરત ફર્યા
T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત બાદ IPLમાં ટીમમાં પસંદ કરાયેલા ખેલાડીઓનો ફ્લોપ શો શરૂ થયો હતો. સૌથી પહેલા ટીમના કેપ્ટન રોહિત શર્મા ફ્લોપ દેખાતા હતા. જોકે રોહિત અગાઉ પણ આઈપીએલમાં ફ્લોપ દેખાઈ રહ્યો હતો. વર્લ્ડકપ માટે ટીમની પસંદગી થયા બાદ KKR સામે રમાયેલી મેચમાં માત્ર રોહિત શર્મા 11 રન બનાવી શક્યો હતો. આ પહેલા લખનૌ સામેની મેચમાં ભારતીય કેપ્ટને માત્ર 4 રન બનાવ્યા હતા.
ભારતીય ખેલાડીઓ ફ્લોપ થયા
આ સિવાય T20 વર્લ્ડકપની જાહેરાત બાદ સંજુ સેમસન, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે શૂન્ય પર આઉટ થયા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે લખનૌ સામે માત્ર 10 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ફ્લોપ રહ્યો હતો, જે પંજાબ સામે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો અને બોલિંગમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ફોર્મમાં વાપસી
વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત બાદ મિચેલ સ્ટાર્ક સૌથી પહેલા ફોર્મમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધીની આખી સિઝનમાં ફ્લોપ સાબિત થયેલા KKRના મિચેલ સ્ટાર્કે મુંબઈ સામેની મેચમાં માત્ર 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ સિવાય લખનૌ તરફથી રમતા માર્કસ સ્ટોઈનિસે મુંબઈ સામે 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહેલા પેટ કમિન્સે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ કરી અને 34 રન આપીને 2 વિકેટ લીધી હતી.