- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી શરૂ થશે
- ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી થશે
- યુવરાજ સિંહે T20 વર્લ્ડકપ માટે પ્લેઈંગ-11 પસંદ કરી
T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બે બેચમાં અમેરિકા જવા રવાના થશે. ભારતીય ટીમ પહેલી જૂને બાંગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમશે. આ પછી, પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે થશે. ભારતીય ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની પીચો પર આ ખેલાડીઓ કેટલા સફળ થશે તે જોવું રહ્યું. દરમિયાન, ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર અને બે વર્લ્ડ પ જીતી ચૂકેલા યુવરાજ સિંહે T20 વર્લ્ડકપ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. યુવીએ સ્ટાર ઓલરાઉન્ડરને પ્લેઈંગ ઈલેવનમાંથી હટાવી દીધો છે.
ઓપનિંગ માટે રોહિત-યશસ્વીની પસંદગી
યુવરાજ સિંહે ઓપનિંગ માટે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી પસંદ કરી છે. તેણે કહ્યું કે વિરાટ કોહલી 3 નંબર પર બેટિંગ કરશે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવની પસંદગી કરી હતી. યુવરાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન વિરોધી બોલરો માટે ખૂબ જ મુશ્કેલી ઉભી કરે છે. યુવીએ વિકેટકીપર તરીકે સંજુ સેમસનને બદલે રિષભ પંતની પસંદગી કરી છે. યુવીએ કહ્યું કે જો કે સંજુ સેમસન પણ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે, પરંતુ રિષભ પંતનું ડાબોડી બેટ્સમેન હોવું એક બોનસ છે. તેની પાસે મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાની ક્ષમતા છે.
હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું
યુવરાજે તેના ખરાબ ફોર્મ છતાં હાર્દિક પંડ્યાની વકીલાત કરી છે. તેણે કહ્યું કે પંડ્યાની બોલિંગ મહત્વની રહેશે. આ સાથે શિવમ દુબેને પસંદ કરીને યુવરાજે કહ્યું કે તેનું ફોર્મ મિડલ ઓર્ડર અથવા નીચેના ક્રમમાં ફરક કરી શકે છે. જોકે, યુવરાજ સિંહ અને શુભમન ગિલને સ્થાન ન મળતા યુવી થોડો નિરાશ જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે તે થોડું દુર્ભાગ્યપૂર્ણ છે.
યુવરાજ સિંહ પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.
આ ખેલાડીઓ ખરાબ ફોર્મમાં
જ્યારથી ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ઘણા ખેલાડીઓ IPLમાં ખરાબ ફોર્મમાં છે. જેમાં શિવમ દુબે, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના નામ સામેલ છે. આમાંથી કેટલા ખેલાડીઓ ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે તે જોવું રહ્યું.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંઘ મોહમ્મદ સિરાજ.