• T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થવા જઇ રહ્યો છે
  • આ પહેલા નેપાળ ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા
  • સંદીપ લામિછાને વિઝાના કારણે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ જઈ શકશે નહીં

T20 વર્લ્ડકપ 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. આ પહેલા નેપાળ ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. નેપાળના સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાને વિઝાના કારણે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ જઈ શકશે નહીં. નેપાળમાં યુએસ એમ્બેસીએ સંદીપ લામિછાનેના યુએસએ વિઝા ફગાવી દીધા છે. ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

સંદીપ લામિછાનેએ કર્યું ટ્વિટ

સંદીપ લામિછાણેએ X પર લખ્યું, 'USE એમ્બેસી નેપાળે 2019માં કર્યું હતું તેવું જ કર્યું, તેઓએ USA અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા T20 વર્લ્ડકપ માટે મારા વિઝા આપવાની ના પાડી દીધી. કમનસીબે. નેપાળ ક્રિકેટના તમામ શુભેચ્છકો માટે હું દિલગીર છું.' તમને જણાવી દઈએ કે નેપાળના પૂર્વ કેપ્ટન સંદીપને તાજેતરમાં જ હાઈકોર્ટે બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં તેનો T20 વર્લ્ડકપ રમવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. કોઈના નિર્ણય બાદ નેપાળ ક્રિકેટ એસોસિએશને સંદીપને વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.


T20 વર્લ્ડકપ 2024 માટે નેપાળની ટીમ: રોહિત પૌડેલ (કેપ્ટન), આસિફ શેખ, અનિલ કુમાર સાહ, કુશલ ભુર્તેલ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરે, લલિત રાજબંશી, કરણ કેસી, ગુલશન ઝા, સોમપાલ કામી, પ્રતિસ જીસી, સંદીપ જોરા, અવિનાશ બોહરા, સાગર ધકાલ, કમલસિંહ એરી.


  • Follow us on: