- ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં સુપર-8માં અફઘાનિસ્તાને ક્વોલિફાઈ કરી લીધું
- શુક્રવારે બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ યોજાઈ હતી
- પાપુઆ ન્યૂગિનીને સાત વિકેટે હરાવી અફઘાનિસ્તાને જીતની હેટ્રિક લગાવી
અફઘાનિસ્તાને શુક્રવારે બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં પાપુઆ ન્યુ ગિનીને સાત વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક પણ નોંધાવી T20-વર્લ્ડ કપના સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. અફઘાનિસ્તાનની આ જીત ન્યૂઝીલેન્ડ માટે મોટો ઝટકો છે. કિવી ટીમનો સુપર-8માં પહોંચવાનો ઈરાદો પુરો થઈ શક્યો નહોતો.
ન્યૂઝીલેન્ડ બે મેચમાં બે હાર સાથે ગ્રુપ સીમાં તળિયે છે. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે ગ્રુપમાં ત્રણેય મેચ જીતી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડને સતત હારનો સામનો કરવો પડ્યો અને ટીમ ટુર્નામેન્ટની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગીની સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.













