- T20 વર્લ્ડકપ 2024 માટે તમામ ટીમોની મેચોનું શેડ્યૂલ જાહેર
- ભારતીય ટીમની આગામી મેચ 9 જૂને પાકિસ્તાન સાથે રમાશે
- ભારત - પાકિસ્તાન મેચને લઈને બંને ટીમોના કેપ્ટન દર્શાવતું પોસ્ટર શેર કરાયુ
ICC એ ગઈ કાલે T20 વર્લ્ડકપ 2024 માટે તમામ ટીમોની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. જે બાદ કઇ ટીમની મેચ કયા દિવસે અને કઇ ટીમ સાથે થશે તે સ્પષ્ટ થઇ ગયું હતું. જે મુજબ ટીમ ઈન્ડિયા 5 જૂનથી T20 વર્લ્ડકપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સાથે થશે અને આ મેચ ન્યૂયોર્કમાં રમાશે.
પાકિસ્તાન સામે રમાશે મેચ
આ સિવાય ભારતીય ટીમની આગામી મેચ 9 જૂને પાકિસ્તાન સાથે રમાશે. હવે સ્ટાર સ્પોર્ટ્સે ભારત અને પાકિસ્તાન મેચ માટે મેચ પોસ્ટ જાહેર કરી છે. આ પોસ્ટમાં બંને ટીમના કેપ્ટન બતાવવામાં આવ્યા છે. પોસ્ટર સામે આવ્યા બાદ આ હોબાળો થયો છે.
પોસ્ટરમાં રોહિતની જગ્યાએ હાર્દિક
સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ભારત અને પાકિસ્તાન મેચને લઈને બંને ટીમોના કેપ્ટન દર્શાવતું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને બતાવવામાં આવ્યો છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ દ્વારા ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું હાર્દિક પંડ્યા T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
ફીટ નથી હાર્દિક પંડ્યા
બીજી તરફ, હાર્દિક પંડ્યા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેની ટીમમાં વાપસી અંગે કોઈ અપડેટ નથી. છેલ્લા એક વર્ષથી હાર્દિક પંડ્યા ટી-20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ હવે હાર્દિક ઈજાના કારણે ટીમની બહાર છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે રોહિત શર્મા 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સાથેની ટી-20 સિરીઝમાં એકવાર કેપ્ટન બનશે. ફરીથી ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે T20 વર્લ્ડકપ
આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડકપ 2024ની યજમાની કરવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2024માં ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. પહેલા ગ્રુપમાં ભારતીય ટીમની સાથે પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડાની ટીમોને રાખવામાં આવી છે. ભારતીય ટીમની પ્રથમ મેચ આયર્લેન્ડ સાથે થશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ સ્ટેજની મેચોમાં પાકિસ્તાન સામે આકરા મુકાબલોનો સામનો કરવો પડી શકે છે.