• માહી તેમના પરિવાર સાથે દુબઈમાં રજાઓ માણી રહ્યાં છે

  • ઝીવાના એકાઉન્ટમાંથી તેના પિતા સાથેનો વીડિયો સામે આવ્યો
  • પોતાના વતનની મુલાકાતે ગયા હતા ધોની

એમએસ ધોનીની જેમ તેમની નાની પુત્રી ઝીવાના પણ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે. હાલમાં માહી તેમના પરિવાર સાથે દુબઈમાં રજાઓ માણી રહ્યાં છે. ધોની ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા નથી, પરંતુ તેમની પત્ની અને પુત્રી ઘણીવાર તેમની તસવીરો શેર કરતા જોવા મળે છે.

ઝીવાના એકાઉન્ટમાંથી વીડિયો કર્યો શેર

હાલમાં જ ઝીવાના એકાઉન્ટમાંથી તેના પિતા સાથેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ તસવીરો અને વીડિયોમાં નાની ઝીવા તેના પિતા સાથે સુંદર ક્ષણો વિતાવતી જોવા મળી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી જીવાના વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.


તાજેતરમાં ધોનીએ વતનની લીધી મુલાકાત

આ પહેલીવાર નથી જ્યારે ધોની પરિવાર સાથે રજાઓ માણતા જોવા મળ્યા હોય. તેઓ તાજેતરમાં તેમની પત્ની સાથે તેમના વતનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન સાક્ષીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ ક્યૂટ કપલ સૌથી પહેલા ઉત્તરાખંડના નૈનીતાલ શહેરની મુલાકાતે આવ્યું હતું. આ પછી તે જેંથી તહસીલના લ્વાલી ગામ જવા રવાના થયું. અહીં તેઓએ ઘણા મંદિરોની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન માહી તેમના કેટલાક સંબંધીઓને પણ મળ્યા હતા. તેઓ બપોરે પોતાના શહેર જવા રવાના થયા હતા.


IPLમાં રમતા દેખાશે ધોની

ધોની ટૂંક સમયમાં IPLમાં ભાગ લેતા જોવા મળશે. અહીં તે ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે. ગત વર્ષે માહીના નેતૃત્વમાં સીએસકેની ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેમનો પ્રયાસ રહેશે કે ટીમ આ વર્ષે પણ તેની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતે.

  • Follow us on: