• ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે તૈયાર

  • પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડી રહી છે ભારતીય ટીમ
  • વિરાટ કોહલી સારૂ પ્રદર્શન કરશે તેવી આશા

ટી20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાં કમાલનું પ્રદર્શન કર્યા બાદ હવે ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડ માટે તૈયાર છે. સુપર-8 રાઉન્ડની શરૂઆત 19 જૂનથી થઈ રહી છે અને ભારતીય ટીમને પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. સુપર-8 રાઉન્ડ માટે ભારતીય ટીમની તૈયારી કેવી છે, તેના જવાબમાં કેપ્ટન રોહિત શર્માએ આપ્યો છે. રોહિત શર્માએ કહ્યું કે તેમની ટીમનો દરેક ખેલાડી સુપર-8 રાઉન્ડની રાહ જોઈ રહ્યો છે. દરેક ખેલાડી આ રાઉન્ડમાં પોતાની છાપ છોડવા ઈચ્છે છે.

રોહિત શર્માએ સુપર-8 રાઉન્ડ પહેલા ઘણી મોટી વાત કહી. તેમને કહ્યું અમારી પુરી ટીમમાં કંઈક ખાસ કરવાની ઈચ્છા દેખાઈ રહી છે. અમે દરેક પ્રેક્ટિસ સેશનમાં પોતાને સુધારી રહ્યા છે. ટીમ ઈન્ડિયાને સુપર-8ની પ્રથમ મેચ બારબાડોસમાં રમવાની છે અને ત્યાંની પીચ પર ટીમ અભ્યાસ કરી રહી છે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નેટ્સ પર એકસ્ટ્ર સમય વિતાવ્યો, જેમનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં કંઈક ખાસ રહ્યું નથી. વિરાટ કોહલી 3 મેચમાં માત્ર 5 જ રન બનાવી શક્યો છે. હવે સુપર 8 રાઉન્ડમાં તેના સારા પ્રદર્શનની આશા છે.

ટીમના ઘણા ખેલાડીઓને વિન્ડીઝમાં રમવાનો અનુભવ

રોહિત શર્મા મુજબ વેસ્ટ ઈન્ડીઝની પીચ ન્યૂયોર્કથી સારી હશે. તેમને કહ્યું કે ટીમના ઘણા ખેલાડીઓને વિન્ડીઝમાં રમવાનો અનુભવ છે અને સાથે જ આ ટી20 વર્લ્ડ કપની ઘણી મેચ તેમને જોઈ છએ. ત્યારે ત્યાં સારૂ પ્રદર્શન કરવાની આશા છે અને તે જાણે છે કે મેચને પોતાના પક્ષમાં કરવા માટે શું કરવાનું છે.

ભારતીય ટીમની બોલિંગ છે મજબૂત

રોહિત શર્માએ કહ્યું કે 5 દિવસમાં ભારતીય ટીમને 3 મેચ રમવાની છે, ભારતીય ટીમે પોતાની બોલિંગના દમ પર લીગ રાઉન્ડમાં આયરલેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું હતું, જ્યારે કેનેડાની સામે તેમની છેલ્લી ગ્રુપ મેચ ફ્લોરિડામાં ભીની આઉટફિલ્ડના કારણે રદ્દ થઈ ગઈ હતી. સુપર 8 રાઉન્ડમાં ભારતીય ટીમ ઈચ્છશે કે તેમના બેટ્સમેન પણ સારૂ પ્રદર્શન કરે.  

  • Follow us on: