- તાપસી પન્નુના પિતા મેથિયાસ બોએ બેડમિન્ટન કોચ તરીકે નિવૃત્તિ લીધી છે
- તાપસીનો પતિ ભારતીય ખેલાડીઓ ચિરાગ-સાત્વિકની જોડીને કોચિંગ આપતો હતો
- મેથિયાસ બોએ લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં બેડમિન્ટન કોચ તરીકેની નિવૃત્તિ જાહેર કરી છે
બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુના પતિ મેથિયાસ બોએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓના કોચ તરીકે પહોંચ્યા છે. તાપસીનો પતિ ભારતીય ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈ રાજ રેન્કીરેડ્ડીને કોચિંગ આપતો હતો. આ બંને ખેલાડીઓની હાર બાદ મેથિયાસ બો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને તેણે નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી છે. તેની લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે બેડમિન્ટન કોચ તરીકેની નિવૃત્તિ જાહેર કરી છે.
મેથિયાસ બો કોચિંગમાંથી નિવૃત્ત થયો
મેથિયાસ બોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને ખેલાડીઓ સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, 'હું પોતે આ લાગણીને સારી રીતે જાણું છું. તમારા જીવનના શ્રેષ્ઠ આકારમાં રહેવા માટે દરરોજ તમારી જાતને મર્યાદામાં ધકેલી દો અને પછી વસ્તુઓ તમારી અપેક્ષા મુજબ થતી નથી. હું જાણું છું કે તમે લોકો નિરાશ છો, હું જાણું છું કે તમે ભારત માટે મેડલ લાવવા માગતા હતા, પરંતુ આ વખતે એવું થવાનું ન હતું. પરંતુ તમારી પાસે ગર્વ કરવા જેવું બધું છે, તમે આ ઓલિમ્પિકમાં કેટલી મહેનત કરી છે, ઈજાઓ સામે લડ્યા છે, પીડા ઘટાડવા માટે ઈન્જેક્શન પણ લીધા છે. મારા માટે, મારા કોચિંગના દિવસો અહીં પૂરા થાય છે, હું ભારતમાં અથવા બીજે ક્યાંય ઓછામાં ઓછું અત્યારે ચાલુ રાખીશ નહીં. મેં બેડમિન્ટન હોલમાં ઘણો સમય વિતાવ્યો છે અને કોચ બનવું પણ ખૂબ જ તણાવપૂર્ણ છે, હું થાકેલો વૃદ્ધ માણસ છું.
https://www.instagram.com/p/C-MjkOTtGcH/?hl=en
કોણ છે મેથિયાસ બો
મેથિયાસ બો વિશે વાત કરીએ તો બહુ ઓછા લોકો જાણે છે કે તે ભારતનો નથી પરંતુ ડેનમાર્કનો છે અને તેને ઓલિમ્પિકમાં પોતાના દેશ માટે મેડલ પણ જીત્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયન હોવાની સાથે મેથિયાસ બે વખત યુરોપિયન ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે ભારતીય ખેલાડીઓને પણ પોતાનું કોચિંગ આપી રહ્યો હતો.
જાણો શું છે આ કપલની નેટવર્થ
તાપસી માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે અને તેણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. આવામાં જો આપણે તાપસીની નેટવર્થની વાત કરીએ, તો અત્યાર સુધી એક્ટ્રેસ પાસે લગભગ 40 થી 50 કરોડ રૂપિયાની નેટવર્થ છે. જ્યારે તાપસીના પતિ મેથિયાસ બો તેના કરતા ઘણા અમીર છે અને તે લગભગ 127 કરોડ રૂપિયાના માલિક છે.