- રણજી ટ્રોફી 2024માં તન્મય અગ્રવાલનું શાનદાર પ્રદર્શન
- તન્મયની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
- તન્મયે પોતાની 366 રનની ઇનિંગમાં અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા
રણજી ટ્રોફી 2024ની એક મેચમાં હૈદરાબાદની ટીમે અરુણાચલ પ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 60 ઓવરમાં (59.3 ઓવરમાં) 615 રન બનાવ્યા. તન્મય અગ્રવાલ આ ઈનિંગમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો જેણે 366 રનની શાનદાર ઈનિંગમાં 26 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગમાં તેની 35 ફોર પણ સામેલ છે. ખાસ વાત એ હતી કે તન્મયે માત્ર 181 બોલમાં 366 રન બનાવ્યા હતા.
અનેક વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા
તન્મયે આ ઇનિંગમાં 26 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે વિશ્વભરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોના નામે હતો, જેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં 281 રનની ઈનિંગમાં 23 સિક્સર ફટકારી હતી. તેણે 2014-15માં આ કારનામું કર્યું હતું. એટલે કે ભારતના તન્મયે લગભગ 10 વર્ષ બાદ હવે આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
- તન્મય અગ્રવાલ- 26 સિકસર (366 રન), રણજી ટ્રોફી 2024 ( ભારત)
- કોલિન મુનરો- 23 સિકસર (281 રન), પ્લંકેટ શીલ લીગ 2014-15 (ન્યુઝીલેન્ડ)
- શફીકુલ્લાહ શિનવારી- 22 સિકસર (200 રન), 4-દિવસીય ટુર્નામેન્ટ 2017-18 ( અફઘાનિસ્તાન)
- પ્રમોદ ભાનુકા રાજપક્ષે- 19 સિકસર (268 રન), 2018-19 ( શ્રીલંકા)
- નજીબ તરકાઈ- 19 સિકસર (200 રન), 4-દિવસીય ટુર્નામેન્ટ 2018-19 (અફઘાનિસ્તાન)
- ઓશાદા ફર્નાન્ડો- 17 સિકસર (234 રન), 2018-19 ( શ્રીલંકા)
સૌથી ઝડપી ડબલ-ટ્રિપલ સદી
તન્મય અગ્રવાલે પોતાની 366 રનની વિસ્ફોટક ઇનિંગમાં એક નહીં પરંતુ અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેણે પ્રથમ 119 બોલમાં રણજી ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. આ પછી સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ત્રેવડી સદી પણ તેના બેટમાંથી 147 બોલમાં બની હતી. તેણે માત્ર રણજીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમતા અનેક દિગ્ગજોને પાછળ છોડ્યા હતા.