• ભારતીય ટીમનું વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન
  • હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા વાપસી પર પ્રશ્ન
  • ટીમ ઈન્ડિયાએ બેલેન્સ કરવાનો રસ્તો શોધી કાઢ્યો

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાનું સંતુલન શાનદાર છે, પરંતુ છેલ્લી બે મેચોમાં ફેન્સ એક ખેલાડી સૌથી વધુ મિસ કરી રહ્યા છે અને તેનું નામ છે હાર્દિક પંડ્યા. પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા, જેના પછી તે આગામી બે મેચમાં રમી શક્યા ન હતા.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે હાર્દિક વગર મેચ રમી અને તેમાં જીત મેળવી, પરંતુ છઠ્ઠા બોલરની કમી સ્પષ્ટપણે અનુભવાઈ છે. હાર્દિકની ગેરહાજરીમાં કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ શમી સહિત પાંચ નિષ્ણાત બોલરોની સાથે ટીમમાં સૂર્યકુમાર યાદવના રૂપમાં વધારાના બેટ્સમેનને તક આપી છે. હાર્દિકની ગેરહાજરીની ભરપાઈ કરવા માટે, સૂર્યાએ બેટથી અને શમી બોલ સાથે ચાર્જ સંભાળી રહ્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયા છઠ્ઠા બોલર માટે વિકલ્પ શોધી શકી નથી.

ટીમ ઈન્ડિયાએ બેલેન્સ કરવાનો રસ્તો શોધી કાઢ્યો

તાજેતરના અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા તેની ઈજામાંથી સાજો થઈ રહ્યા છે, અને આગામી મેચોમાં વાપસી કરી શકે છે, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા પાંચ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલરો સાથે જવા માંગે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા હાર્દિક વિના પણ ટીમને બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેથી જ વિરાટ કોહલીની સાથે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ પણ નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી વખત બોલિંગ કરતા જોવા મળ્યા છે, જ્યારે સૂર્યાએ આઈપીએલમાં પણ બોલિંગ કરી છે, પરંતુ ગિલ માટે આ વાત એકદમ નવી છે.

ઈન્ડિયન ક્રિક્રેટ ટીમે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં આ ત્રણ બેટ્સમેન બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલર પણ પોતાના વિરુદ્ધ હાથથી બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. જસપ્રીત બુમરાહ ડાબા હાથે, રવિન્દ્ર જાડેજા જમણા હાથે અને કુલદીપ યાદવ જમણા હાથે બોલિંગ કરતો જોવા મળે છે.

  • Follow us on: