• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
  • જાણો કેવી હશે ભારતની 15 સભ્યોની ટીમ
  • બુમરાહને આ સિરીઝમાં આરામ આપવામાં આવશે

આવતા મહિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. અહીં જાણો ભારતની 15 સભ્યોની ટીમ આ સિરીઝ માટે કેવી હોઈ શકે છે.

બુમરાહને અપાઇ શકે છે આરામ

તમને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. જો કે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્કલોડને ધ્યાનમાં રાખીને, ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં આરામ આપવામાં આવશે.

રિષભ પંતની થઇ શકે છે વાપસી

બાંગ્લાદેશ સામેની સિરીઝ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી પણ કરી શકે છે. તે જ સમયે કેએલ રાહુલ, સરફરાઝ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ સિરીઝમાં તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર પણ 15 સભ્યોની ટીમનો ભાગ બની શકે છે.

ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલને બાંગ્લાદેશ સામે પણ તક મળી શકે છે. જો કે, તે રિઝર્વ વિકેટકીપર તરીકે 15 સભ્યોની ટીમનો ભાગ બની શકે છે.

રોહિત-જયસ્વાલ કરી શકે છે ઓપનિંગ

આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. સાથે જ શુભમન ગિલ ત્રીજા નંબર પર અને વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સામે તક મળી હતી. સરફરાઝે બંને હાથે આ તક ઝડપી લીધી. આવી સ્થિતિમાં તેને બાંગ્લાદેશ સિરીઝમાં પાંચમા નંબર પર રમવાની તક મળી શકે છે.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, ધ્રુવ જુરેલ (રિઝર્વ વિકેટકીપર), પ્રસિદ્ધ ક્રિષ્ના.

  • Follow us on: