• ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ છે
  • શ્રીલંકામાં 3 મેચોની T20 અને ODI સિરીઝ રમવાની છે
  • નવા હેડ કોચ ગૌતમ ગંભીરની આ પહેલી સિરીઝ હશે

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI સિરીઝ રમવાની છે. T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે જ્યારે વનડે સિરીઝ 2 ઓગસ્ટથી રમાશે.ટીમ ઈન્ડિયાના નવા યુગની શરૂઆત શ્રીલંકા સામેની T20 સિરીઝથી થશે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરની આ પહેલી સિરીઝ હશે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ હવે નવી ટીમ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જે ખેલાડીઓ T20 વર્લ્ડકપ 2026 યોજનાનો ભાગ છે તેમને આ T20 સિરીઝમાં તક મળી છે.

આ ખેલાડીઓને મળશે તક

શ્રીલંકા સામેની પ્રથમ T20માં વાઇસ કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી વિકેટકીપર રિષભ પંત ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. પંત T20 વર્લ્ડકપ 2024માં પણ ત્રીજા નંબર પર રમ્યો હતો. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર રમતા જોવા મળશે.

આ ખેલાડી ભજવશે ફિનિશરની ભૂમિકા

આ પછી હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ અને શિવમ દુબે મેચ ફિનિશરની ભૂમિકા ભજવતા જોવા મળશે. દુબે છઠ્ઠો બોલિંગ વિકલ્પ પણ હશે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સ્પિન વિભાગમાં એક્શનમાં જોવા મળી શકે છે. પટેલ આઠમા નંબરે બેટિંગ કરશે, જે બેટિંગ વિભાગમાં પણ ઊંડાણ પ્રદાન કરશે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને તક મળવાની આશા છે. હાર્દિકના કારણે કેપ્ટન સૂર્યા બે ફાસ્ટ બોલરો સાથે જઈ શકે છે.

શ્રીલંકા સામેની પ્રથમ T20માં ભારતની સંભવિત પ્લેઈંગ-11

શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

  • Follow us on: