• ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું
  • મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને અપાવી શાનદાર જીત
  • અફઘાનિસ્તાનના મોંમાંથી જીતનો કોળિયો છીનવ્યો

વર્લ્ડ કપની મેચમાં આ વર્ષે મોટા અપસેચ જોવા મળ્યા છે. 7 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં 3 વિકેટે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી અને અફઘાનિસ્તાનના મોંમાંથી જીતનો કોળિયો જીતની લીધો હતો. આ મેચનો ટર્નિંગ પોઈન્ટએ હતો જ્યારે અફઘાનિસ્તાને મેક્સવેલનો કેચ છોડ્યો ત્યારે તે માત્ર 33 રનના સ્કોર પર હતો. બાદમાં તેણે અણનમ 201 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી હતી.

ગ્લેન મેક્સવેલે પલટી બાજી

અફઘાનિસ્તાન ટીમને મંગળવારના રોજ યોજાયેલી વર્લ્ડ કપ 2023 મેચમાં અણધારી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે જોરદાર જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતી અફઘાન ટીમ ગ્લેન મેક્સવેલના તોફાનમાં એટલી ફસાઈ ગઈ કે તે વાપસી કરી શકી નહીં. એક સમયે 91 રનમાં 7 વિકેટ ગુમાવી ચૂકેલી કાંગારૂ ટીમે મેક્સવેલ અને કમિન્સની બેવડી સદીની અણનમ ભાગીદારીના કારણે 293 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. અહીં અફઘાનિસ્તાને નબળી ફિલ્ડિંગનો માર સહન કરવો પડ્યો હતો. મેચ બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

શાહિદીએ કહ્યું- નિરાશાજનક મેચ હતી.....

શાહિદીએ કહ્યું, 'તે ખૂબ જ નિરાશાજનક મેચ હતી. તે અમારા માટે અવિશ્વસનીય હતું. અમે મેચમાં હતા. અમારા બોલરોએ ખૂબ જ સારી શરૂઆત કરી હતી. પરંતુ અમે ચૂકી ગયેલી તકોએ અમને નુકસાન પહોંચાડ્યું. અમે કેટલીક સારી તક ગુમાવી અને પછી મેક્સવેલ રોકાયો નહીં. આ માટે શ્રેય તેને જાય છે. મને લાગે છે કે કેચ ગુમાવવો એ ટર્નિંગ પોઈન્ટ હતો. જે બાદ તેણે ખરેખર શાનદાર રમત બતાવી. તેમની પાસે તમામ પ્રકારના શોટ હતા અને પછી તેઓએ અમને કોઈ તક આપી ન હતી.

શાહિદીએ આ દરમિયાન તેની ટીમના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, 'અમને અમારા બોલરો પર ગર્વ છે. તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. ટીમ આજે રાત્રે ચોક્કસપણે નિરાશ છે પરંતુ તે રમતનો એક ભાગ છે. હવે અમે સાઉથ આફ્રિકા સામેની આગામી મેચમાં ફરીથી પૂરી તાકાત સાથે ઉતરીશું. ઈબ્રાહિમ ઝદરાનને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન ખેલાડી છે.

મેક્સવેલની બેવડી સદી

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 5 વિકેટ ગુમાવીને 291 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 91 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ગ્લેન મેક્સવેલ 201(128) અને પેટ કમિન્સ 68 (12) રનની અણનમ ભાગીદારી કરી અને ઓસ્ટ્રેલિયાને જીત તરફ દોરી ગયું. તમને જણાવી દઈએ કે અફઘાન ખેલાડી મુજીબે મેક્સવેલનો ખૂબ જ આસાન કેચ લીધો હતો. ત્યારે મેક્સવેલ માત્ર 33 રનના સ્કોર પર હતો.

  • Follow us on: