• IPL 2024 પછી તરત જ T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે
  • વિરાટ કોહલીનું IPL 2024માં શાનદાર પ્રદર્શન
  • કોહલી પાસેથી વર્લ્ડકપમાં આવા જ પ્રદર્શનની અપેક્ષા

IPL 2024 પછી તરત જ T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે. લીગની 17મી સિઝનમાં શાનદાર બેટિંગ કરી રહેલા વિરાટ કોહલી પાસેથી આગામી વર્લ્ડકપમાં પણ આવું જ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવશે. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટી20 વર્લ્ડકપ 2024માં વિરાટ કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે સામેલ કરવાની હિમાયત કરી છે. કોહલી આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટે અત્યાર સુધી રમાયેલી 12 મેચોની 12 ઇનિંગ્સમાં 70.44ની એવરેજ અને 153.51ની સ્ટ્રાઇક રેટથી 634 રન બનાવ્યા છે.

વિરાટે ઓપનિંગ કરવી જોઈએ

સૌરવ ગાંગુલીએ કહ્યું, “વિરાટ અસાધારણ રીતે સારું રમી રહ્યો છે. જે રીતે વિરાટ કોહલીએ ગઈકાલે રાત્રે 90 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, તમારે T20 વર્લ્ડકપ 2024માં ઓપનર તરીકે તેનો ઉપયોગ કરવાની જરૂર છે. ટીમની તાકાત વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું, “આ એક શાનદાર ટીમ છે. મને લાગે છે કે તેઓએ શ્રેષ્ઠ સંભવિત ટીમ પસંદ કરી છે. બેટિંગની ઊંડાઈ ઉપરાંત બોલિંગ પણ શાનદાર લાગે છે.


T20 પાવર ઓરિએન્ટેડ ગેમ

ગાંગુલીએ કહ્યું, “આગામી વર્ષોમાં આ ટ્રેન્ડ બનવા જઈ રહ્યો છે. T20 ક્રિકેટ પાવર ઓરિએન્ટેડ ગેમ બની ગઈ છે અને તે જ થવાનું છે. ગાંગુલીએ IPLમાં મોટા સ્કોરનું કારણ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ અને બેટ્સમેનોની આક્રમક માનસિકતાને ગણાવ્યું હતું. હવે IPLમાં અમે નિયમિતપણે 240, 250 જેવા સ્કોર જોઈ રહ્યા છીએ. "આ રીતે રમત ચાલી રહી છે અને ખેલાડીઓએ રમતને તે રીતે જોવાનું શરૂ કર્યું છે."

દિનેશ કરતા સારા ખેલાડી

ગાંગુલીએ કહ્યું, “હું ફોર્મેટમાં વિશ્વાસ કરતો નથી. હું કૌશલ્યમાં માનું છું.” T20 વર્લ્ડકપ 2024 માટે વિકેટકીપર બેટ્સમેનોની પસંદગીનો ઉલ્લેખ કરતાં ગાંગુલીએ દિનેશ કાર્તિક કરતાં રિષભ પંત અને સંજુ સેમસનને પ્રાથમિકતા આપવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. ગાંગુલીએ પસંદગીકારોની પસંદગીનું સમર્થન કર્યું અને કહ્યું, “દિનેશ સારું રમ્યો, પરંતુ દિનેશ કરતાં વધુ સારા ખેલાડીઓ છે. મને નથી લાગતું કે તમે સંજુ કે રિષભને છોડી શકો."

  • Follow us on: