• 22 સપ્ટેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સીરિઝ રમાશે
  • વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે
  • કેપ્ટન રાહુલ સાથે મિડલ ઓર્ડરમાં આ રીતે ફેરફારો થઈ શકે છે

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ODI સીરિઝ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓને સીરિઝની પહેલી બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. ભારત 5 ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડ કપની તૈયારીઓ પહેલા વનડેથી શરૂ કરવા માંગે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં તે ખેલાડીઓને તક મળી શકે છે જે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ બની શકે છે.

ટોપ ઓર્ડર આવો હોઈ શકે છે

ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ટોપ ઓર્ડરમાં શુભમન ગિલ સાથે જોવા મળી શકે છે. ગાયકવાડને ચીનમાં રમાનાર એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ગાયકવાડને તેમની તૈયારીના સંદર્ભમાં તક આપવામાં આવી શકે છે. જોકે એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ T20 ફોર્મેટમાં થશે.

શ્રેયસ અય્યર ત્રીજા નંબર પર જોવા મળી શકે છે. અય્યર એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. તેમણે પાકિસ્તાન સામે મેચ રમી હતી. જો કે, આ પછી તેને પીઠની થોડી તકલીફ થઈ. પરંતુ હવે તે ફરી એકવાર પરત ફર્યા છે.

કેપ્ટન રાહુલ સાથે આવો હોઈ શકે છે મિડલ ઓર્ડર

ટીમના મિડલ ઓર્ડરની શરૂઆત ઈશાન કિશનથી થઈ શકે છે. ઈશાન ચોથા નંબર પર જોવા મળી શકે છે. આ પછી કેપ્ટન કેએલ રાહુલ પોતે પાંચમા નંબર પર જોવા મળશે. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા છઠ્ઠા નંબર પર અને સૂર્યકુમાર યાદવ મેચ ફિનિશ કરવા માટે નંબર સાતનું સ્થાન લઈ શકે છે. 

બોલિંગ વિભાગ આવો દેખાઈ શકે છે

બોલિંગ વિભાગની શરૂઆત સ્પિનર ​​આર અશ્વિનથી થઈ શકે છે. આ પછી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ મુખ્ય ફાસ્ટ બોલર તરીકે જોવા મળી શકે છે. બેટિંગ ઓર્ડરને મજબૂત કરવા શાર્દુલ ઠાકુરને ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સામેલ કરી શકાય છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, રૂતુરાજ ગકાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

  • Follow us on: