• અમેરિકી પહેલવાન વિંડહૈમ રોટુંડાનું અવસાન
  • 36 વર્ષની ઉંમરે વિંડહૈમે છેલ્લા શ્વાલ લીધા
  • ટ્રિપલ એચએ મૃત્યુની આપી માહિતી

અમેરિકી પહેલવાન વિંડહૈમ રોટુંડાનું અવસાન થયું છે. વિંડહૈમ બ્રે વાયટના નામથી પ્રખ્યાત હતા. તેમણે 36 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. 3 વખતના WWE ચેમ્પિયન વ્યાટના મૃત્યુના સમચારથી ફેન્સને ઝટકો લાગ્યો છે.

WWE સ્ટાર્સ વ્યક્ત કરી રહ્યા છે દુઃખ

3 વખતના WWE ચેમ્પિયન વ્યાટના મૃત્યુથી ફેન્સને ઝટકો લાગ્યો છે. ઓછી ઉંમરે વ્યાટનું અવસાન થવાથી WWE સ્ટાર્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. WWEના મુખ્ય સામગ્રી અધિકારી ટ્રિપલ એચએ તેમના મૃત્યુની માહિતી આપી છે.

ટ્રિપલ એચે શું કહ્યું?

વિંડહૈમના મૃત્યુની જાહેરાત કરતા ટ્રિપલ એચે કહ્યું કે, મને અત્યારે WWE હોલ ઓફ ફેમર માઈક રોટુંડાનો ફોન આવ્યો હતો. WWE પરિવારમાંથી એક વિંડહૈમ રોટુંડાનું અવસાન થયું છે. આ કપરા સમયમાં એમના પરિવાર સાથે અમારી પ્રાર્થના. વ્યાટની પત્ની અને 4 બાળકો છે. તેમની પત્નીનું નામ જોસિયન અફરમેન છે. તે એક સમયે WWE રિંગ એનાઉન્સર હતી.

  • Follow us on: