- IPL 2024ની 17 મેચોમાં ઘણા ખેલાડીઓના પ્રદર્શને બધાને પ્રભાવિત કર્યા
- IPL આગામી T20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ
- વર્લ્ડકપ ટીમમાંથી આ ત્રણ સ્ટાર ખેલાડીઓના પત્તા સાફ થઇ શકે છે
IPL 2024ની 17 મેચોમાં ઘણા ખેલાડીઓના પ્રદર્શને બધાને પ્રભાવિત કર્યા છે. બેટિંગમાં યુવા સ્ટાર હોય કે ટીમ ઈન્ડિયાના વર્તમાન ખેલાડીઓ. IPL આગામી T20 વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. IPLમાં શાનદાર પ્રદર્શનથી ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટની ટીમમાં સ્થાન પણ મળી શકે છે. ખાસ કરીને એવા ખેલાડીઓ કે જેઓ ટીમ ઈન્ડિયાના વર્તમાન કરારનો ભાગ છે, તેઓ ચોક્કસપણે તેમની જગ્યા બનાવવાનું પસંદ કરશે. આ સિરીઝમાં ત્રણ એવા નામો સામે આવી રહ્યા છે જેઓ પોતાના પ્રદર્શનથી એક છાપ છોડી રહ્યા છે અને વર્લ્ડકપ ટીમમાંથી આ ત્રણ સ્ટાર ખેલાડીઓના પત્તા સાફ કરી શકે છે.
રિષભ પંત
આ યાદીમાં સૌથી પહેલું નામ રિષભ પંતનું છે. આ ખેલાડી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. તેણે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી નથી. જે રીતે તેણે IPLમાં વાપસી કરી અને પોતાની ફિટનેસ બતાવી. હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પસંદગીકારો માટે ટી20 વર્લ્ડ કપ ટીમમાં તેની અવગણના કરવી સરળ નહીં હોય. પંતે છેલ્લી બે મેચમાં સતત બે ફિફ્ટી ફટકારી છે. જો પંત કમબેક કરશે તો તે સંજુ સેમસન, જીતેશ શર્મા, ઈશાન કિશન જેવા ખેલાડીઓ માટે મુશ્કેલી બની શકે છે. કારણ કે ટીમમાં કેએલ રાહુલ રિઝર્વ વિકેટકીપર તરીકે છે અને અનુભવી હોવાથી પસંદગીકારો તેને ટીમમાં પસંદ કરી શકે છે.
મયંક યાદવ
IPL 2024માં સૌથી મોટી ચર્ચા મયંક યાદવ અને તેની સ્પીડની થઇ રહી છે. મયંકે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને અને તેની પ્રથમ બે ડેબ્યૂ મેચમાં 6 વિકેટ સાથે બે મેન ઓફ ધ મેચ મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. મોહમ્મદ શમી ટીમ સાથે નથી અને સિરાજ ટી-20માં પોતાને સાબિત કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ સાથે મયંક યાદવની જોડી આગામી T20 વર્લ્ડકપમાં ધમાલ મચાવી શકે છે. તેમજ સિરાજનું પત્તુ કપાઇ શકે છે.
રિયાન પરાગ
રિયાન પરાગનું નામ લખવું થોડું વહેલું ગણાશે. જે રીતે તે આખા વર્ષ દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં રમ્યો હતો. ઇમર્જિંગ એશિયા કપમાં ઇન્ડિયા A તરફથી રમ્યો અને હવે IPLમાં રમે છે. તે વર્તમાન ઓરેન્જ કેપ હોલ્ડર પણ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે પસંદગીકારો તેને આગામી T20 વર્લ્ડ કપમાં પસંદ કરીને જુગાર રમી શકે છે. હવે પ્રશ્ન એ છે કે પરાગ કોની જગ્યાએ આવશે. ઉલ્લેખનિય છેકે પરાગ એક સારો બોલર પણ છે. તેની બોલિંગ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએની પીચો પર અસરકારક સાબિત થઈ શકે છે. એટલે કે જો તમે ટીમમાં ઓલરાઉન્ડરને વધારવા માંગતા હોવ તો પરાગના આવવાથી વોશિંગ્ટન સુંદર કે અક્ષર પટેલના પત્તાં કપાઇ શકે છે.