• IPL 2024ની 18મી મેચ SRH અને CSK રમશે
  • હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
  • બંને ટીમો અત્યારસુધીમાં 19 વખત ટકરાઇ

IPL 2024ની 18મી મેચમાં શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 17મી સિઝનમાં CSKએ અત્યાર સુધી 3 મેચ રમી છે અને 2માં જીત મેળવી છે. તેમજ SRH એ 3 માંથી 1 મેચ જીતી છે. ચાલો બંને ટીમો વચ્ચેના આંકડાઓ પર એક નજર કરીએ.

ચેન્નાઈનું પલડુ ભારે

જો આપણે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, CSKનો હાથ ઉપર હોવાનું જણાય છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમો 19 વખત ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે 14 મેચ જીતી છે. આ સિવાય સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર 5 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં SRH માટે CSKને હરાવવું બિલકુલ સરળ રહેશે નહીં.

હૈદરાબાદમાં બંને ટીમોનું પ્રદર્શન

SRH અને CSK વચ્ચેની મેચોમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 2 મેચ અને લક્ષ્યનો પીછો કરીને 3 મેચ જીતી છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતી વખતે 5 મેચ અને ચેઝ કરતી વખતે 9 મેચ જીતી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો આ મેદાન પર બંને ટીમો 4-4 મેચ રમી છે.

આ સમયગાળા દરમિયાન SRH અને CSK 2-2 મેચ જીત્યા છે છે. હૈદરાબાદના મેદાનમાં CSKએ પ્રથમ બેટિંગ કરીને 1 અને ચેઝ કરતા 1 એમ 2 મેચ જીતી છે. બીજી તરફ હૈદરાબાદે તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરી અને બંને મેચ જીતી છે.

  • Follow us on: