- ODI સિરીઝમાં ભારતે દ.આફ્રિકાને 2-1 હરાવ્યું
- શુભમન ગીલના સૌથી વધુ 49 રન
- કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી
ભારતીય ક્રિકેટ ટીમે નિર્ણાયક વનડેમાં જબરદસ્ત રમત બતાવીને દક્ષિણ આફ્રિકા સામે એકતરફી જીત નોંધાવી હતી. ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા કુલદીપ યાદવની ઘાતક બોલિંગના આધારે મુલાકાતી ટીમને માત્ર 99 રનમાં જ ઓલઆઉટ કરી હતી. ભારતે માત્ર 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત માટે જરૂરી 100 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો અને ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી કબજે કરી હતી.
દક્ષિણ આફ્રિકા માત્ર 99 રનમાં ઓલઆઉટ
ભારતે ત્રણ મેચની શ્રેણીમાં પ્રથમ વનડે હાર્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું અને પછી ટ્રોફી પર કબજો કર્યો. મંગળવારે રમાયેલી નિર્ણાયક મેચમાં વરસાદે શરૂઆતમાં થોડો સમય વેડફ્યો હતો પરંતુ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને પકડવામાં મોડું કર્યું ન હતું. 66 રન સુધી અડધી ટીમ પરત ફરી હતી અને ત્યારબાદ કુલદીપ યાદવે આવીને ટીમનો એક જ ઝાટકે સફાયો કરી દીધો હતો. 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવનાર ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કુલદીપની બોલિંગ સામે આફ્રિકા ઢેર
મેચનો અસલી હીરો કુલદીપ યાદવ હતો જેણે માત્ર 4.1 ઓવરની બોલિંગમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જો કે, વોશિંગ્ટન સુંદરે ક્વિન્ટન ડી કોકની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી મોહમ્મદ સિરાજે મલાન અને હેન્ડ્રીક્સની વિકેટ લઈને ટીમને દબાણમાં લાવી દીધી હતી. શાહબાઝ અહેમદ અને પછી છેવટે કુલદીપે વિકેટો ઝડપી હતી. શાહબાઝ, સિરાજ અને સુંદરે 2-2 વિકેટ લીધી હતી.
ટોસ જીતી બોલિંગનો નિર્ણય
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચમાં ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રવસી ટીમને પહેલા બેતીન્ગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 3 મેચની વન-ડે સિરીઝની અંતિમ વન-ડે મેચ યોજાઈ હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત:
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા:
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), જેન્નેમેન મલાન, રીઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર (કેપ્ટન), માર્કો જેન્સેન, એન્ડીલે ફેહલુકવાયો, બજોર્ન ફોર્ટ્યુઇન, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે