- ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ
- રીવરસાઈડ ગ્રાઉન્ડ પર આ મેચ રમાઈ
- સાઉથીએ મસમોટા બોલર્સને પાછળ મૂકી દીધા
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હારી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. T20 ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે સાત વિકેટથી જીત મેળવી લીધી છે. 4 મેચની T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 1-0થી આગેકુચ કરી લીધી છે. આ મેચમાં કિવીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની સામે માત્ર એક જ વિકેટ ખેરવવામાં ટીમ સફળ રહી હતી.
કીવીની ટીમ હારી ગઈ
ઈંગ્લેન્ડના રીવરસાઈડ ગ્રાઉન્ડ પર આ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચાર મેચની T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડે જીત સાથે શરૂઆત કરી હતી. આ મેચમાં યજમાન ટીમે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ભલે કીવી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેપ્ટન ટિમ સાઉથીએ આ મેચમાં ઈતિહાસ બનાવી દીધો હતો. ટિમ સાઉથી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મેચમાં ભલે કિવી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટિમ સાઉથીની એક વિકેટ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
140 વિકેટનો રેકોર્ડ
આ મામલે બાંગ્લાદેશના શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. આમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટિમે જોરદાર સિદ્ધિ મેળવી હતી. ટિમ સાઉથીએ ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં જોની બેયરસ્ટોને આઉટ કરીને એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. સાઉદીએ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 141 વિકેટ લીધી છે.T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શાકિબ અલ હસનના નામે 140 વિકેટ છે.
બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 139 રન પર રોક્યા બાદ ઈંગ્લેન્ડે માત્ર 14 ઓવરમાં આ સ્કોર હાંસલ કરી લીધો હતો. ગ્લેન ફિલિપ્સ (41 રન) સિવાય ન્યૂઝીલેન્ડ તરફથી કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન (54) અને હેરી બ્રૂકે (43) શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ બંને બેટ્સમેન વચ્ચે 54 રનની ભાગીદારી થઈ હતી.