• યુએસએ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં જોરદાર ટક્કર જોવા મળી
  • રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાની 18 રને જીત
  • 19મી ઓવરમાં યુએસએની જીતની આશા પર પાણી ફરી વળ્યું

દક્ષિણ આફ્રિકાએ બુધવારે T20 વર્લ્ડ કપ હેઠળ સુપર-8 ની પહેલી મેચમાં 18 રનથી શાનદાર જીત થઈ હતી. દક્ષિણ આફ્રિકા અને યુએસએ વચ્ચે રમાયેલી મેચમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. રન ચેઝમાં યુએસએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી 195 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી યુએસએની ટીમે શાનદાર બેટિંગ કરી હતી. યુએસએની ઈનિંગ્સની 18મી ઓવર સુધી એવું લાગતું હતું કે તે આ મેચ જીતીને ફરી એકવાર મોટો અપસેટ સર્જી શકે છે, પરંતુ 19મી ઓવરમાં આ આશા પર પાણી ફરી વળ્યું.

 

કાગીસો રબાડાએ યુએસએ પાસેથી જીત છીનવી

કાગિસો રબાડાએ 19મી ઓવરમાં યુએસએની જીતની આશા છીનવી લીધી. તેને આ ઓવરના પહેલા જ બોલ પર શાનદાર બેટિંગ કરી રહેલા હરમીત સિંહની વિકેટ લીધી હતી. 21 બોલમાં 38 રન બનાવીને રમી રહેલા હરમીતે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો બાઉન્ડ્રી પર કેચ થઈ ગયો હતો. હરમીતની વિકેટ બાદ યુએસએની ટીમ જીતની આશા દૂર થઈ ગઈ. રબાડાએ આ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. જેના કારણે આ મેચ દક્ષિણ આફ્રિકાના કંટ્રોલમાં આવી ગઈ હતી.

 

યુએસએના બેટ્સમેનોએ કરી શાનદાર બેટિંગ

અગાઉ યુએસએના બેટ્સમેનોને 3 ઓવરમાં જીતવા માટે 50 રનની જરૂર હતી. એવું લાગતું હતું કે આ ચેઝ યુએસએના બેટ્સમેનો માટે મુશ્કેલ હશે, પરંતુ બેટ્સમેનોએ 18મી ઓવરમાં તબરેઝ શમ્સીની ઓવરમાં ખૂબ રન લીધા. એન્ડ્રીસ ગૂસ અને હરમીત સિંહે સાથે મળીને શાનદાર બેટિંગ કરી અને 22 રન બનાવ્યા. આ પછી મેચ યુએસએના પક્ષમાં જવા લાગી. યુએસએને જીતવા માટે 28 રનની જરૂર હતી, પરંતુ કાગિસો રબાડાએ તેની ચતુર બોલિંગથી જીત છીનવી લીધી. રબાડાની ઓવરમાં માત્ર 2 રન બનાવ્યા બાદ યુએસએની ટીમ છેલ્લી ઓવરમાં માત્ર 7 રન બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ.


  • Follow us on: