પાકિસ્તાની ખેલાડી ઉસ્માન ખાને ઈતિહાસ રચ્યો છે. તેમના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. પાકિસ્તાનના લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. ઉસ્માને પ્રેસિડેન્ટ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. એહસલ એસોસિએટ્સ તરફથી રમતા, તેણે SNGPL સામે બેવડી સદી ફટકારીને બોલરોને હંફાવ્યા હતા.


ઉસ્માન ખાન બન્યો નંબર-1 બેટ્સમેન

ઉસ્માન ખાને આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને 131 બોલમાં 200 રન પૂરા કર્યા હતા. જો કે, બેવડી સદી ફટકાર્યા પછી, તે પછીના જ બોલ પર રિટાયર હર્ટ થઈ ગયો. તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 7મો બેટ્સમેન બન્યો છે. આ પહેલા સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ શરજીલ ખાનના નામે હતો. તેણે 133 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઉસ્માને આ મેચમાં 132 બોલમાં 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. જોકે તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો.

એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

ફખર ઝમાને લિસ્ટ Aમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 210 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય આબિદ અલીએ 209 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર મોહમ્મદ અલી 200 રનની ઇનિંગ કરનારો ત્રીજો બેટ્સમેન છે. જ્યારે શરજીલ ખાને 206 રનની ઇનિંગ રમી હતી. પાંચમો બેટ્સમેન ખાલિદ લતીફ હતો જેણે 204 રન બનાવ્યા હતા. કામરાન અકમલ 6ઠ્ઠા નંબર પર 200 રન બનાવનાર ખેલાડી છે.

ઉસ્માન ખાને અત્યાર સુધી 10 લિસ્ટ A મેચમાં 93.14ની એવરેજથી 652 રન બનાવ્યા છે. તેના નામે 2 સદી છે. 46 T20 ડોમેસ્ટિક મેચોમાં તેણે 33.94ની એવરેજથી 1324 રન બનાવ્યા છે, જેમાં તેણે 4 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે.


  • Follow us on: