- viacom18 અને BCCI વચ્ચે આગામી પાંચ વર્ષ માટે કરાર
- BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર દ્વારા આપી માહિતી
- દરેક મેચનો ખર્ચ 7.09 કરોડ, માર્ચમાં વિમેન્સ IPL થવાની સંભાવના
વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (WIPL)ના મીડિયા અધિકારોની રેસમાં ઘણા દાવેદારો હતા, પરંતુ viacom18એ જીતી લીધી છે. તેની અને BCCI વચ્ચે આગામી પાંચ વર્ષ માટે કરાર છે. જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં વિમેન્સ IPL થવાની સંભાવના છે.
BCCI માટે સારા સમાચાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે. BCCIને વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (WIPL)ના મીડિયા અધિકારોમાંથી અબજો રૂપિયા મળ્યા છે. આ મીડિયા રાઇડ્સ viacom18 દ્વારા જીતવામાં આવી છે. આ જાણકારી ખુદ BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર દ્વારા આપી છે.

અબજો રૂપિયાનો ફાયદો
જય શાહે ટ્વિટ દ્વારા viacom18ને આ માટે અભિનંદન પાઠવ્યા હતા. ચાહકોને એ પણ જણાવ્યું કે આ વખતે મીડિયા અધિકારો વેચીને કેટલા અબજો રૂપિયાનો ફાયદો થયો છે. જય શાહે કહ્યું કે આ મીડિયા રાઇટ્સ પાંચ વર્ષ માટે વેચવામાં આવ્યા છે. એટલે કે 2023 થી 2027 સુધી વિમેન્સ IPLના મીડિયા અધિકારો viacom18 પાસે રહેશે.
દરેક મેચની કિંમત 7.09 કરોડ રૂપિયા
જય શાહે ટ્વિટમાં લખ્યું, 'વિમેન્સ IPL મીડિયા રાઇડ્સ જીતવા બદલ viacom18ને અભિનંદન. પાંચ વર્ષ માટે મીડિયા અધિકારો હેઠળ વાયકોમ સાથે રૂ. 951 કરોડનો કરાર કરવામાં આવ્યો
વિમેન્સ IPL 2023 માર્ચમાં થઈ શકે
વિમેન્સ IPL મીડિયા અધિકારો માટેની અરજીઓ 16 જાન્યુઆરીએ જ જારી કરવામાં આવી હતી. વાયાકોમ ઉપરાંત ઝી, સોની અને ડિઝની સ્ટાર પણ આ અધિકારોની રેસમાં સામેલ હતા. પરંતુ વાયાકોમે આ રેસ જીતી લીધી. ફ્રેન્ચાઇઝી માટેની અરજીઓ પણ 25 જાન્યુઆરીથી જારી કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં જ વિમેન્સ IPL 2023 સિઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. વિમેન્સ IPLની આગામી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે આ ટૂર્નામેન્ટ આ વર્ષે 3 થી 26 માર્ચ દરમિયાન યોજાઈ શકે છે. આ સિઝનમાં ફાઈનલ સહિત કુલ 22 મેચ રમાઈ શકે છે.