- T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- ભારતીય ટીમ વર્લ્ડકપ માટે ન્યુયોર્ક પહોંચી ગઈ છે
- BCCIએ ખેલાડીઓની સફરનો વીડિયો શેર કર્યો
IPL 2024ની સમાપ્તિ સાથે, હવે બધાનું ધ્યાન T20 વર્લ્ડ કપ 2024 પર કેન્દ્રિત થવા જઈ રહ્યું છે. જો કે તે 2 જૂનથી શરૂ થશે. જોકે બધાની નજર 2007 બાદ આ ખિતાબ જીતવા પર છે. ભારત 2013 થી ICC ટ્રોફી જીતી શક્યું નથી. રોહિત શર્માની સેના આ દુષ્કાળને ખતમ કરવા તલપાપડ છે. ગયા વર્ષે ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર્યા બાદ હવે ટીમનું લક્ષ્ય T20 વર્લ્ડકપ જીતવાનું છે.
મુંબઈથી ન્યૂયોર્ક સુધીનો વીડિયો
1 થી 29 જૂન દરમિયાન T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. ભારતમાં ક્રિકેટ ચાહકો 2 જૂનની સવારે અમેરિકા અને કેનેડા વચ્ચેની ઓપનિંગ મેચ જોઈ શકશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. BCCIએ સોમવારે (27 જૂન) ભારતીય ખેલાડીઓની સફરનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કેપ્ટન રોહિત શર્માની મિત્રતા દેખાઈ રહી છે. તેણે બધા સાથી ખેલાડીઓને ગળે લગાવ્યા હતા.
રોહિત શર્મા તમામ ખેલાડીઓને મળ્યો
રોહિતે જસપ્રિત બુમરાહને ગળે લગાવ્યો અને રવિન્દ્ર જાડેજા સાથે મસ્તી કરી. મુંબઈથી પ્રસ્થાન સમયે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ જોવા મળ્યા હતા.સૂર્યકુમાર યાદવે એક ફેન્સને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. કુલદીપ યાદવ મસ્તી કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, કોચ રાહુલ દ્રવિડ તેના સ્વભાવ મુજબ એકદમ ગંભીર દેખાતા હતા.
ભારતીય ટીમનું શેડ્યૂલ
T20 વર્લ્ડકપમાં ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. યજમાન અમેરિકા ઉપરાંત પાકિસ્તાન, આયર્લેન્ડ અને કેનેડા પણ તેની સાથે છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. જે બાદ 9મી જૂને પાકિસ્તાન સાથે મોટી મેચ રમાશે. 12મીએ યજમાન અમેરિકા સાથે ટક્કર થશે. આ ત્રણેય મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 15 જૂને, ભારત ફ્લોરિડામાં કેનેડા સામે તેની છેલ્લી લીગ મેચ રમશે.
T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રિષભ પંત, સંજુ સેમસન, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, આવેશ ખાન, ખલીલ અહેમદ.