• રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી
  • હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
  • વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા ચૂંટણી લડી શકે છે તેવી અટકળો તેજ થઇ

રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજરંગ પુનિયાને વિધાનસભાની ટિકિટ મળી શકે છે. આ સિવાય વિનેશ ફોગટ પણ ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા છે. એવી અટકળો હતી કે વિનેશ દાદરી વિધાનસભાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે તે રાહુલ ગાંધીને મળવા પહોંચી છે.

રાજકારણમાં આવવા અંગે વિનેશે શું કહ્યું?

27 ઓગસ્ટ, 2024 ના રોજ, હરિયાણાના જીંદમાં એક કાર્યક્રમમાં, વિનેશ ફોગાટે રાજકારણમાં જોડાવા વિશે કહ્યું હતું કે તે તેના માટે દબાણમાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું કે તે આ વિશે તેના વડીલોની સલાહ લેશે. વિનેશે કહ્યું હતું કે જ્યારે તેનું મન સ્થિર અને સાફ હશે ત્યારે તે વિચારશે કે આગળ શું કરવું. ઉલ્લેખનિય છેકે પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

બજરંગ પુનિયાને કોંગ્રેસની 'ઓફર'!

સૂત્રોના જણાવ્યા અનુસાર બજરંગ પુનિયાએ કોંગ્રેસ પાસે બદલી સીટની માંગણી કરી હતી, પરંતુ કોંગ્રેસ પાસે પહેલાથી જ સીટિંગ ધારાસભ્ય હોવાથી બજરંગને બહાદુરગઢ અને ભિવાનીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કુલદીપ વત્સ બદલી સીટથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે. કોંગ્રેસ આ બ્રાહ્મણ વસ્તીવાળા વિસ્તારમાં કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી બ્રાહ્મણ નેતા કુલદીપ વત્સને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે બજરંગને કહેવામાં આવ્યું છે કે તે રાજ્યના કોઈપણ જાટ બહુલ વિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે.

કઈ સીટ પરથી મળી શકે છે ટિકિટ?

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો મુજબ વિનેશ ફોગટને દાદરીથી ટિકિટ આપવામાં આવી શકે છે. બજરંગ પુનિયા બદલીથી ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમને આ બેઠકને બદલે કેટલીક જાટ પ્રભુત્વવાળી બેઠક પરથી ટિકિટ આપવાનું વિચારી રહી છે. મંગળવારે જ હરિયાણાના કોંગ્રેસી નેતા બાબરિયાએ વિનેશ વિશે કહ્યું હતું કે તેના વિશેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ કરવામાં આવશે.

શું અટકળો સાચી સાબિત થશે?

રાહુલ ગાંધીને મળ્યા પહેલા જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે જો વિનેશ ફોગટ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે તો તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તાજેતરમાં જ વિનેશ જીંદ, રોહતક અને શંભુ બોર્ડર ખાતે ખાપ પંચાયતો અને ખેડૂતોને મળી, જ્યાં તેને ખાપ પંચાયત દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. તેણીએ કહ્યું, "જ્યારે હું મુશ્કેલીમાં હતી ત્યારે ખેડૂતોએ મારો સાથ આપ્યો હતો."

  • Follow us on: