- રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી
- વિનેશનું ભારત પરત ફર્યા બાદ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
- ગામ લોકોએ વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ આપીને સન્માન કર્યું
પેરિસ ઓલિમ્પિક 2024માં રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. રેસલર વિનેશ ફોગટનું ભારત પરત ફર્યા બાદ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી આઈજીઆઈ એરપોર્ટની બહાર સેંકડો સમર્થકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. દિલ્હીથી પોતાના વતન ગામ જતી વખતે, વિનેશ ફોગટનું હાર પહેરાવીને અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિનેશ ફોગાટ હરિયાણાના બલાલી ગામની રહેવાસી છે. ગામમાં પહોંચતા જ વડીલોની સમિતિએનું સ્વાગત કર્યું અને તેને ગોલ્ડ મેડલ આપીને સન્માન કર્યું. આ એવોર્ડ મળ્યા બાદ વિનેશ ફોગાટ પણ ખુશ દેખાઈ રહી હતી. તેણે કહ્યું કે આ સન્માન તેના માટે ગર્વની વાત છે. આ સન્માન સમારોહમાં ગામ અને આજુબાજુના વિસ્તારના લોકોની ભીડ ઉમટી પડી હતી. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે.













