- રાહુલ દ્રવિડ સાથે વિરાટ કોહલીની તસવીર થઈ વાયરલ
- 2011માં ડોમિનિકામાં દ્રવિડ અને કોહલી સાથે હતા
- કોહલીએ પોસ્ટ કરતા લખ્યું છે કે ક્યારેય વિચાર્યું નહોતું
ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા દ્રવિડ સાથેની તસવીર શેર કરીને વિરાટ કોહલી ભાવુક થયા.વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડ સાથે એક તસવીર શેર કરી છે. વાસ્તવમાં, ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2011માં ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં કોહલી અને દ્રવિડ એકસાથે ટીમનો ભાગ હતા.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ 12 જુલાઈના રોજ ડોમિનિકા ખાતે રમવા જઈ રહી છે. તે પહેલા વિરાટ કોહલીએ તેના કોચ રાહુલ દ્રવિડ સાથે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, આ તસવીરે ફેનસમાં ખળભળાટ મચાવ્યો છે. વાસ્તવમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ ડોમિનિકામાં રમાશે. આવી સ્થિતિમાં કોહલીએ દ્રવિડ સાથેની પોસ્ટ શેર કરી અને લખ્યું કે, “2011માં ડોમિનિકામાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં માત્ર બે ખેલાડી જ હતા. ક્યારેય વિચાર્યું નહોતું કે આ સફર આપણને વિવિધ ક્ષમતાઓમાં અહીં પાછા લાવશે. ખૂબ આભારી."













