• આજે વિરાટ કોહલીનો 35મો જન્મદિવસ છે
  • કોહલીએ 2008માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું
  • વિરાટના 35માં બર્થ ડે પર જુઓ 35 રોકોર્ડ

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આજે 35 વર્ષના થઈ ગયા છે. 2008માં ભારત માટે ડેબ્યૂ કરનાર વિરાટ આજે વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ છે. તેના જન્મદિવસના અવસર પર અમે તમને વિરાટના 35 રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વર્લ્ડ ક્રિકેટના મેગા સ્ટાર વિરાટ કોહલી રવિવારે 35 વર્ષના થઈ ગયા છે. ભારતમાં ચાલી રહેલા ICC વર્લ્ડ કપમાં ભારતના શાનદાર અણનમ પ્રદર્શનના ઉત્સાહ વચ્ચે સ્પોર્ટ્સ આઇકોનનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેમણે ક્રિકેટના દરેક ફોર્મેટ પર પ્રભુત્વ જમાવ્યું છે. વિરાટે બેટિંગમાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સચિનના નામે ઘણા એવા રેકોર્ડ હતા જેને એવું લાગતું હતું કે કોઈ તોડી શકશે નહીં. વિરાટે તે રોકોર્ડ તેમના નામે કર્યા છે. વિરાટ કોહલીના 35માં જન્મદિવસના અવસર પર અમે તમને તેના 35 રેકોર્ડ વિશે જણાવીએ છીએ.

વિરાટ કોહલીના 35 રેકોર્ડ:

  1. વિરાટે શ્રીલંકા સામે વનડેમાં 10 સદી ફટકારી છે. એક ટીમ સામે સૌથી વધુ સદીનો વર્લ્ડ રેકોર્ડ.
  2. તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ODI વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સદી અને T-20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ફિફ્ટી ફટકારી હતી.
  3. ત્રણેય ફોર્મેટમાં 10 કે તેથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર વિરાટ વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. વિરાટે ટેસ્ટ મેચમાં 10 વખત, ODIમાં 40 વખત અને T20 મેચમાં 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
  4. વિરાટ કોહલી એવો ખેલાડી છે જે T20માં સૌથી વધુ 7 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા છે.
  5. T20 ઇન્ટરનેશનલમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ 4008 રન છે.
  6. વિરાટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 38 ફિફ્ટી ફટકારી છે.
  7. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 20 પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતવાનો રેકોર્ડ.
  8. ODIમાં વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 58.04 છે. 50 થી વધુ ઇનિંગ્સ રમનાર બેટ્સમેનોમાં સૌથી વધુ.
  9. ODIમાં સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000, 12000, 13000 રન બનાવવાનો રેકોર્ડ.
  10. T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
  11. સૌથી વધુ 15 T20 મેન ઓફ ધ મેચ એવોર્ડ.
  12. IPL સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ.
  13.  વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં 8 વખત ODIમાં 1000 થી વધુ રન બનાવ્યા છે. વિશ્વમાં સૌથી વધુ.
  14. લક્ષ્યનો પીછો કરતી વખતે જીતેલી મેચોમાં 5786 રનનો સર્વોચ્ચ સ્કોર.
  15. વનડેમાં પીછો કરતી વખતે સૌથી વધુ 26 સદી ફટકારી.
  16. વિરાટ 33 જીત સાથે ટેસ્ટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે.
  17. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર વિરાટ એશિયાનો પ્રથમ કેપ્ટન છે.
  18. વિરાટ એ ભારતીય બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં સૌથી વધુ 7 બેવડી સદી ફટકારી છે.
  19. દ્વિપક્ષીય ODI સીરિઝમાં સૌથી વધુ 558 રનનો વર્લ્ડ રેકોર્ડ.
  20. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 1141 રનનો ઉચ્ચ સ્કોર.
  21. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 14 ફિફ્ટી, અન્ય કોઈની પાસે 10 પણ નથી.
  22. સતત બે T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતનાર એકમાત્ર ખેલાડી.
  23. IPLમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર બેટ્સમેન. માત્ર એક સિઝન (2016)માં ચાર વખત સદી.
  24. ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 5864 રન બનાવનાર ભારતીય બેટ્સમેન.
  25. સૌથી ટૂંકી ઇનિંગ્સમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારવાનો રેકોર્ડ.
  26. ICC મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટમાં 3000 રન બનાવનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન.
  27. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 549 ઇનિંગ્સમાં 25000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન.
  28. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 2818 રન બનાવવાનો ભારતીય રેકોર્ડ.
  29. ભારતીય બેટ્સમેન જેણે ODI રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ 911 હાંસલ કર્યા છે.
  30. વિરાટ કોહલીએ ટી20માં લીગલ બોલ નાખ્યા વગર વિકેટ લીધી. આવું કરનાર એકમાત્ર ખેલાડી (વાઇડ બોલ પર સ્ટમ્પ)
  31. વિરાટએ ભારતીય બેટ્સમેન છે જેણે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 610 રન બનાવ્યા છે.
  32. ટેસ્ટમાં કેપ્ટન તરીકે 150+ 9 વખત સ્કોર કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
  33. કોહલી એશિયન બેટ્સમેન છે જેણે વનડેમાં ત્રીજા નંબર પર સૌથી વધુ રન બનાવ્યા છે.
  34. ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમનાર વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે.
  35. વિરાટ પણ એવા ભારતીય છે જેમણે કેપ્ટન તરીકે સૌથી વધુ 16 વખત ડક થયા છે.

  • Follow us on: