• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • સૌરવ ગાગુલીનું વિરાટ કોહલી અંગે નિવેદન
  • વિરાટ અને રોહિત એકસાથે ઓપનિંગ કરે: ગાગુલી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું માનવું છે કે જો વિરાટ કોહલી T20 વર્લ્ડકપમાં પણ એ જ સ્વતંત્રતા સાથે રમે છે જે આ વર્ષે IPLમાં રમ્યો હતો તો તે ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. ગાંગુલીએ પણ સલાહ આપી કે તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ. કોહલી IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે તેના ટીકાકારોને શાંત કરવા માટે મધ્ય ઓવરોમાં આક્રમક રમત બતાવી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ તેની આઈપીએલ કારકિર્દીની આ સિઝનમાં સર્વશ્રેષ્ઠ હતો.

વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન

RCBના સ્ટાર બેટ્સમેને 15 મેચમાં 741 રન બનાવ્યા છે. તેની એવરેજ 61.75 હતી અને સ્ટ્રાઈક રેટ 154.70 હતો. ગાંગુલીએ કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરવું હશે તો વિરાટ કોહલીને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમવું પડશે. ગાંગુલીએ કહ્યું, "હું ઈચ્છું છું કે વિરાટ અને રોહિત એકસાથે ઓપનિંગ કરે. હું ઈચ્છું છું કે વિરાટ પણ IPLના બીજા હાફમાં RCB માટે જેવી બેટિંગ કરે તેવી ભારતીય ટીમ માટે કરે.

ભારતની 5 જૂને પ્રથમ મેચ

ટીમ ઈન્ડિયા તેના T20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે, જ્યારે ટીમ તેની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9મી જૂને મેચ રમાવાની છે. ગાંગુલીએ ટીમ વિશે કહ્યું, "ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે અને તેઓ IPLના શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાના પક્ષમાં બીજી વસ્તુ એ હશે અમેરીકા અને વેસ્ટ ઈન્ડિઝના મેદાન મોટા છે તેથી તે સ્પિનરોને મદદ કરશે. તમે ભારતને વર્લ્ડકપમાં ક્યારેય નકારી શકો નહીં કારણ કે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે."

  • Follow us on: