- વિરાટ કોહલીએ IPLમાં 8000 રન પૂર્ણ કર્યા
- IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- આ યાદીમાં બીજા સ્થાને શિખર ધવન છે
IPL 2024ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સનો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં RCB પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવ્યું હતું. RCBના ઓપનર વિરાટ કોહલીએ મેચમાં 29 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. તે IPLમાં 8000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. IPL 2024માં પણ વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 17મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.
IPLમાં સૌથી વધુ રન













