• રાજસ્થાન અને આરસીબી વચ્ચે એલિમીનેટર મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ મેચ માટે 6 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી

આજે IPL 2024ની એલિમીનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોનો મુકાબલો છે, કારણ કે જે હારનારી ટીમ IPLની રેસમાંથી બહાર થઈ જશે.

મેચ પહેલા તંત્ર પણ સતર્ક

હાલમાં અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે, આ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મેચ પહેલા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. આ મેચ માટે 6 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જેથી હીટસ્ટ્રોકના બનાવોમાં દર્દીને તાત્કાલિક સારવાર આપી શકાય. આ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુ બાજુના વિસ્તારોમાં પણ એમ્બ્યુલન્સોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. ગઈકાલે રમાયેલી મેચમાં 41 દર્શકો હિટસ્ટ્રોકનો શિકાર બન્યા હતા.

IPL 2024ની સ્થિતિ

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ક્વોલિફાયર-1 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ક્વોલિફાયર-2માં એલિમિનેટરની વિજેતા ટીમનો સામનો કરશે. એલિમિનેટર મેચ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે રમાશે. જેમાંથી વિજેતા ટીમને ક્વોલિફાયર-2માં હૈદરાબાદનો સામનો કરવાની તક મળશે. આવી સ્થિતિમાં, ત્રણેય ટીમો RR, RCB અને SRH માટે ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખુલ્લો છે. જે પણ ટીમ ફાઇનલમાં પહોંચે છે તેને કેકેઆરનો સામનો કરવો પડશે. 

  • Follow us on: