• ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની શોધ પૂરજોશમાં ચાલું
  • રાહુલ દ્રવિડ વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમનું કોચ પદ છોડશે
  • ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની જગ્યાએ અગ્રણી ઉમેદવારોમાંનો એક છે

ભારતીય પુરૂષ સિનિયર ક્રિકેટ ટીમના નવા કોચની શોધ પૂરજોશમાં ચાલી રહી છે અને અરજીની છેલ્લી તારીખ હવે માત્ર એક સપ્તાહ દૂર છે. રાહુલ દ્રવિડ વર્લ્ડકપ બાદ કોચ પદ છોડી દેશે. આ પહેલા BCCEએ ટીમ માટે નવા કોચની શોધ શરૂ કરી દીધી છે. ઘણા અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની જગ્યાએ અગ્રણી ઉમેદવારોમાંનો એક છે.

હેડ કોચ પદની રેસમાં આ દિગ્ગજો સામેલ

આ રેસમાં ગંભીર ઉપરાંત અન્ય ઘણા મહાન ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. જેમાં સ્ટીફન ફ્લેમિંગ, જસ્ટિન લેંગર અને મહેલા જયવર્દનેનો સમાવેશ થાય છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બીસીઆઈએ મુખ્ય કોચ માટે આશિષ નેહરાનો પણ સંપર્ક કર્યો છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓના સંપર્કમાં છે.

ગંભીર સાથે વાત કરી શકે છે BCCI

જો હાલના સમયમાં જોવામાં આવે તો ગંભીર BCCIની પ્રથમ પસંદગી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ BCCI આગામી દિવસોમાં ગંભીર સાથે વાત કરે તેવી શક્યતા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે "સંભવિત ઉમેદવારો સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી. તમામ કોચ તેમનો સમય લઈ રહ્યા છે અને વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. પરંતુ એવું લાગે છે કે ગૌતમ ગંભીરની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે. બોર્ડના અધિકારીઓ અમદાવાદમાં ગંભીર સાથે વાત કરી શકે છે."

કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓના સંપર્કમાં ગંભીર

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગંભીર ટીમના વરિષ્ઠ સભ્યોના સંપર્કમાં છે. જેમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. ગંભીર અને કોહલી વચ્ચે મેદાન પર ઘણા મતભેદો રહ્યા છે, પરંતુ બંનેએ પોતાના જૂના મતભેદોને ઉકેલી લીધા છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે. ગંભીરના મેન્ટરશિપ હેઠળ કોલકાતા આ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેની કપ્તાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પણ બે આઈપીએલ ટ્રોફી જીતી છે.

  • Follow us on: