- 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ શરુ થશે
- પૂજારાની ગેરહાજરીમાં જયસ્વાલને નંબર-3 રમવાની તક મળી છે
- વિરાટ કોહલી યશસ્વી જયસ્વાલને ટિપ્સ આપી રહ્યા છે
ભારતીય ટેસ્ટ ટીમમાં પદાર્પણ કરનાર યશસ્વી જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં નંબર-3 પોઝિશન પર રમવાની તક મળી શકે છે. જેના પર સોશિયલ મીડિયા પર વિરાટ અને યશસ્વી જયસ્વાલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી યશસ્વી જયસ્વાલને ટિપ્સ આપી રહ્યા છે.
ભારતીય ટીમે 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા પોતાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની તૈયારી માટે 10 દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગઈ હતી. 2 દિવસના આરામ પછી, ખેલાડીઓએ નેટ્સ પર પ્રેક્ટિસ શરૂ કરી છે. આ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓની એન્ટ્રી પણ જોવા મળી છે, જેમાં યશસ્વી જયસ્વાલનું નામ મુખ્ય રીતે સામેલ છે.
ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કરે તેવી આશા
યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કરે તેવી આશા છે. આવી સ્થિતિમાં તે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર રાખવા માંગે છે. હવે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયોમાં યશસ્વી નેટ્સમાં બેટિંગ કર્યા બાદ વિરાટ કોહલી સાથે તેની બેટિંગ વિશે લાંબી ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
નેટ્સમાં બેટિંગ કર્યા બાદ વિરાટ કોહલીએ કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી હતી. આ પછી યશસ્વી જયસ્વાલે કોહલી સાથે લાંબી ચર્ચા કરી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં જયસ્વાલને નંબર-3 પર રમવાની તક મળી શકે છે. આ નંબર પર પોતાને સાબિત કરવું યશસ્વી માટે સરળ કામ નથી.
ટી20 સિરીઝની ટીમમાં પણ તક મળી
વિન્ડીઝ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પસંદગી થયા બાદ યશસ્વી જયસ્વાલની પણ 5 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. IPL 16 ની સીઝન યશસ્વી માટે બેટથી ઘણી સારી રહી, આવી સ્થિતિમાં બધાને તેની ટી20 ટીમમાં પસંદગીની આશા હતી. બીજી તરફ ઘરેલુ ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ ફોર્મેટમાં યશસ્વીનો રેકોર્ડ જોવામાં આવે તો અત્યાર સુધી 15 મેચમાં તેણે 80.21ની એવરેજથી 1845 રન બનાવ્યા છે. જેમાં 9 સદીની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.