- IPL 2024ની એલિમિનેટર મેચ RCB અને RR વચ્ચે રમાશે
- કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ સેશન કેન્સલ કર્યું
- RCB ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે
IPL 2024ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. એક તરફ કરોડો ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ RCB વિરાટ કોહલીની સુરક્ષાને લઈને ચિંતિત છે. એલિમિનેટર મેચ પહેલા RCBએ વિરાટ કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ સેશન કેન્સલ કરી દીધું છે અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી. આને લઈને RCB ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.
બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી
RCB અને RR વચ્ચેની મેચ માટે બંને ટીમ સોમવારે જ અમદાવાદ પહોંચી હતી. RCBએ ગયા શનિવારે ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમી હતી, ત્યારબાદ RCB ખેલાડીઓને આરામ માટે રવિવાર અને સોમવાર મળ્યા હતા. અમદાવાદ પહોંચ્યા પછી RCBએ એલિમિનેટર મેચ પહેલા પ્રેક્ટિસ સેશન રદ કર્યું. ગુજરાત પોલીસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે RCBએ પ્રેક્ટિસ સેશન કેન્સલ કરી દીધું અને બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ કરી ન હતી, તેનું કારણ વિરાટ કોહલીની સુરક્ષા છે. RCBના કરોડો ચાહકો આને લઈને ટેન્શનમાં છે.
એરપોર્ટ પરથી 4 ગુનેગારોની ધરપકડ
ગુજરાત પોલીસે સોમવારે રાત્રે એલિમિનેટર મેચ પહેલા એરપોર્ટ પરથી આતંકવાદી ગતિવિધિઓની શંકાના આધારે 4 લોકોની ધરપકડ કરી હતી. ચારેયની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ અંગે પોલીસે જણાવ્યું કે તેમની પાસેથી હથિયારો, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ્ટ મેસેજ મળી આવ્યા છે. એલિમિનેટર મેચ પહેલા 4 શકમંદોની ધરપકડના કારણે RCB તણાવમાં આવી ગયું હતું. જ્યારે બેંગલુરુની ટીમ અમદાવાદ પહોંચી ત્યારે તેમને તેની જાણ થઈ. આ કારણોસર, RCBએ વિરાટ કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ સેશન રદ કર્યું. જો કે આ ઘટના બાદ પણ રાજસ્થાનની ટીમે મેદાન પર પ્રેક્ટિસ કરી છે. બીજી તરફ બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી દીધી છે. જો કે બેંગલુરુએ કોઈ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું નથી કે તેઓએ શા માટે પ્રેક્ટિસ સેશન રદ કર્યું છે, પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું છે.