• ગંભીરના ભરોસા પર ખરો ઉતર્યો મિચેલ સ્ટાર્ક
  • 17બોલમાં જ પાડી દીધો ખેલ
  • 24.75 કરોડમાં આઇપીએલમાં થયો હતો સામેલ 

આઇપીએલના ઇતિહાસમાં મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘા ખેલાડી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે તેમને ટીમમાં લેવા માટે તમામ હદો વટાવી દીધી હતી. વર્લ્ડ કપ જીતીને આવેલા સ્ટાર્ક માટે ગંભીર ત્યાં સુધી બોલી લગાવતા ગયા જ્યાં સુધી સામે વાળી ટીમે હાર ન માની. અંતે 24.75 કરોડમાં સ્ટાર્ક KKRનો ભાગ બની ગયા. પરંતુ આખી સિઝનમાં સ્ટાર્કના ફ્લોપ પ્રદર્શનને કારણે લોકોએ ઘણા સવાલ કર્યા પરંતુ ક્વોલિફાયર મેચ આવતા જ સ્ટાર્કે પોતાની સ્પીડ અને સ્વિંગથી બધાને જવાબ આપી દીધો.

હૈદરાબાદની કમર તોડી નાખી

IPLના પ્રથમ ક્વોલિફાયર કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ રમાઇ હતી. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને બોલિંગ આપી. મિચેલ સ્ટાર્કે આવતાની સાથે જ આખી ટીમની કમર તોડી નાખી હતી. તેણે ઇનિંગ્સના બીજા જ બોલ પર હૈદરાબાદના સૌથી ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. આ પછી તેણે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીનો કેચ પકડ્યો અને પછી શાહબાઝ અહેમદને બોલ્ડ કર્યો.

3 વિકેટ ઝડપી

આ રીતે તેણે 4 ઓવરમાં માત્ર 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાહુલ ત્રિપાઠી પણ એક વિકેટ પોતાના નામે કરી શક્યો હોત. પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે રિવ્યુ લીધો ન હતો. આ રીતે બેટિંગથી તોફાન મચાવનારી હૈદરાબાદની ટીમ સ્ટાર્કની તોફાની ઝડપે આવતા બોલ સામે હાર માની. ટીમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે સ્ટાર્કે ફરી એકવાર સાબિત કર્યું કે તે એક મોટી મેચનો ખેલાડી છે.

ગંભીરના વિશ્વાસ પર ખરો ઉતર્યો સ્ટાર્ક

આઇપીએલ 2024માં મિચેલ સ્ટાર્ક ફોર્મમાં નહોતો. એક તરફ તેઓને વિકેટો મળી રહી ન હતી તો બીજી તરફ ભારે માર પડી રહ્યો હતો. લીગ સ્ટેજ દરમિયાન તે 12 મેચમાં માત્ર 12 વિકેટ લઈ શક્યો હતો. ક્રિકેટ નિષ્ણાતોએ ટીમમાં તેના સ્થાન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ ગૌતમ ગંભીરે કોઇની સાંભળી નહી. તેમણે સ્ટાર્કને કોઇ પણ મેચમાંથી બહાર કર્યો નહી અને સતત તેને રમાડવામાં આવ્યો. જો કે ઇજાના કારણે સ્ટાર્કને 3 મેચમાં ટીમની બહાર રહેવું પડ્યું હતું. હવે ક્વૉલિફાયરમાં KKRને સ્ટાર્કની સૌથી વધારે જરૂર હતી. સ્ટાર્ક ગૌતમ ગંભીરના ભરોસા પર ખરો ઉતર્યો. KKRએ હૈદરાબાદની ખતરનાક બેટિંગ લાઇનઅપને 159 રન સુધી સીમિત કરી દીધી હતી.


  • Follow us on: