વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપ 2024માં ટાઈટલ જીત્યા બાદ ટી20 કરિયરમાં સંન્યાસ લીધો
વિરાટ ટી20 ક્રિકેટને અલવિદા કહેતી વખતે ભાવુક જોવા મળ્યો હતો
સંન્યાસ બાદ વિરાટે સોશિયલ મીડિયા પર એક અનોખો રેકોર્ડ તોડ્યો છે
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડકપ 2024માં ટાઈટલ જીત્યા બાદ ટી20માં ફોર્મેટમાં સંન્યાસ લીધો. વિરાટ ટી20 ક્રિકેટને અલવિદા કહેતી વખતે ભાવુક જોવા મળ્યો હતો. હવે નિવૃત્તિ બાદ વિરાટે સોશિયલ મીડિયા પર એક અનોખો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ ભારતની ઐતિહાસિક જીત બાદ ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેને આ પોસ્ટમાં પોતાની કેટલીક લાગણીઓ પણ શેર કરી છે. આ પોસ્ટ એટલી વાયરલ થઈ કે તેનો એક રેકોર્ડ બની ગયો.
વિરાટના 270 મિલિયન ફોલોઅર્સ
વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ ભારતમાં કોઈપણ સેલિબ્રિટી કરતાં સૌથી વધુ છે. વિરાટ કોહલીને ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન લોકો ફોલો કરે છે. વિરાટે ટી20 વર્લ્ડકપની ફાઈનલ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. વિરાટ કોહલીએ તેમાં લખ્યું છે કે, 'એક સારા દિવસનું સપનું પણ જોઈ શક્યા ન હતા. ભગવાન મહાન છે અને હું માથું નમાવું છું. અમે આખરે કર્યું, જય હિંદ. વિરાટ કોહલીની આ પોસ્ટ બાદ ફેન્સ અભિનંદનનો પાઠવવા લાગ્યા હતા. કોમેન્ટમાં વિરાટ અને ટીમ ઈન્ડિયાને રમત જગતના ઘણા મોટા નામોએ અભિનંદન પાઠવ્યા છે. આ પોસ્ટને 19 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે અને એક રેકોર્ડ તોડ્યો છે.
https://www.instagram.com/p/C80EI7NNDFK/?hl=en&img_index=4
વિરાટ નંબર-1 બન્યો
મીડિયા રિપોર્ટ મુજબ આ અત્યાર સુધી કોઈપણ ભારતીય એકાઉન્ટ પર સૌથી વધુ પસંદ કરાયેલ પોસ્ટ છે. આ પહેલા આ રેકોર્ડ બોલિવુડ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના એનાઉન્સમેન્ટના નામે હતો. વિરાટ કોહલીની પોસ્ટે તે રેકોર્ડને ઘણો પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીની પોસ્ટ અત્યારે પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારતે 13 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો
વિરાટ કોહલી સમગ્ર ટી20 વર્લ્ડ કપ 2024માં ફ્લોપ જોવા મળ્યો હતો. જેના કારણે તેમના ફોર્મને લઈને વિવાદ વધી ગયો હતો. પરંતુ ફાઈનલ મેચમાં વિરાટે પોતાની હાજરીનું મહત્વ બતાવ્યું. કપરા સમયમાં કોહલીની 76 રનની શાનદાર ઈનિંગે ટીમ ઈન્ડિયાને આગળ વધારવામાં મદદ કરી. ફાઈનલ મેચમાં વિરાટ પ્લેયર ઓફ ધ મેચ સાબિત થયો હતો.
Image: Instagram












