ભારતીય ક્રિકેટ ટીમના સૌથી પોપ્યુલર ખેલાડી વિરાટ કોહલીને આજે કોઈ ઓળખની જરૂર નથી. માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. વિરાટ કોહલી 5 નવેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે.


મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા વિરાટ હાલમાં કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે. તેની પાસે આલીશાન ઘરથી લઈને લક્ઝરી કારના કલેક્શન સુધીની અનેક સુવિધાઓ છે. ક્રિકેટર હોવા સિવાય તે એક બિઝનેસમેન પણ છે. તમને જણાવી દઈએ કે તેમના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ શું કરે છે.

વિરાટ કોહલીનો પરિવાર

ટીમ ઈન્ડિયાના પાવરફુલ બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રેમનાથ કોહલી ક્રિમિનલ વકીલ હતા. 2006માં બ્રેઈન સ્ટ્રોકના કારણે તેમનું અવસાન થયું હતું. તેની માતા સરોજ કોહલી હાઉસ વાઈફ છે. વિરાટ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેને એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે.

તેના ભાઈનું નામ વિકાસ કોહલી છે, જે વ્યવસાયે સફળ બિઝનેસમેન છે. વિકાસ 2008થી વિરાટના મેનેજર પણ છે. આ સાથે જ તેની મોટી બહેન ભાવના કોહલી ઢીંગરા પણ એક બિઝનેસવુમન છે. વિરાટ કોહલીની ફેશન બ્રાન્ડ 'વન8 સિલેક્ટ'ની મુખ્ય સભ્ય હોવા સિવાય તે તેના પતિને તેના કામમાં મદદ પણ કરે છે.

ભાઈ-ભાભી અને સાળો શું કરે છે?

વિરાટ કોહલીની ભાભીની વાત કરીએ તો વિકાસ કોહલીની પત્ની ચેતના કોહલી હોમમેકર છે. બંનેને એક પુત્ર છે જેનું નામ આરવ છે. તેના સાળા એટલે કે ભાવનાના પતિ સંજય ઢીંગરા એક બિઝનેસમેન છે. ભાવનાને આયુષ અને મહેક નામના બે બાળકો છે.

વિરાટ કોહલીની પત્ની

બધા ફેન્સ કિંગ કોહલીની પત્ની અનુષ્કા શર્માને જાણતા જ હશે, તે વ્યવસાયે બોલીવુડ એક્ટ્રેસ છે. અનુષ્કા હાલમાં ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે કાલા ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળી હતી. બંનેને બે બાળકો છે. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2021 માં તેમની પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ વામિકા કોહલી છે. આ વર્ષે 15 ફેબ્રુઆરી 2024 માં કપલના ઘરે એક પુત્રનું સ્વાગત થયું, જેનું નામ તેઓએ અકાય કોહલી રાખ્યું છે. આ સિવાય વિરાટ કોહલી રન મશીન, ચેઝ માસ્ટર અને કિગ કોહલીના નામથી ફેમસ છે. કિંગ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 270 મિલિયન ફોલોઅર્સ છે.

  • Follow us on: