• BCCIએ વિરાટ કોહલી પર કરી કડક કાર્યવાહી
  • કોલકાતા સામેની મેચમાં અમ્પાયર સાથે કરી હતી દલીલ
  • BCCIએ તેને મેચ ફીના 50% દંડ ફટકાર્યો છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની વિકેટને લઈને જોરદાર હંગામો થયો હતો. કોહલી વિકેટ પડ્યા બાદ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ પછી, પેવેલિયનમાં જતા, તેણે ગુસ્સામાં બેટ ફેંક્યું અને ડસ્ટબીન પર મુક્કો પણ માર્યો હતો. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

વિરાટ કોહલી પર મેચ ફીના 50 ટકા દંડ

કોહલીના નો બોલના વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલીને અમ્પાયર સાથે દલીલ કરવા બદલ સજા કરવામાં આવી છે. BCCIએ તેને મેચ ફીના 50% દંડ ફટકાર્યો છે. કોહલીને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.

ધોનીને પણ થઈ હતી સજા

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાંચ વર્ષ પહેલા આવી જ રીતે સજા કરવામાં આવી હતી. તે અમ્પાયરનો સામનો કરીને આચારસંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, CSKએ ધોની વતી આ દંડ ભર્યો હતો. RCB કોહલી વતી મેચ ફીનો દંડ ચૂકવી શકે છે.

જાણો શું હતો સમગ્ર મામલો

કોલકતા સામેની મેચમાં હર્ષિત રાણા ઓવર ફેકવા આવ્યો ત્યારે સ્ટ્રાઈક પર વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. તેણે કમરથી ઉંચો ફુલ ટોસ બોલ ફેંફ્યો જે કોહલી ડિફેન્સ કરવા જતા કેચ આઉટ થયો હતો. વિરાટ કોહલીએ કમરથી ઉંચો બોલ હોવાથી નો બોલ આપવાની અપીલ કરી હતી. પરંતુ અમ્પયારે આઉટ આપ્યો હતો. ત્યારબાદ કોહલીએ DRS લીધું અને થર્ડ અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યો હતો. બાદમાં ઓન ફિલ્ડ અમ્પાયર સાથે કોહલી દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ બાદ પણ અમ્પાયર સાથે નો બોલને લઈને ચર્ચા કરતો જોવા મળ્યો હતો.

  • Follow us on: