• રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
  • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ
  • જયપુરમાં મુંબઈ સામે રાજસ્થાનનું પલડું ભારે

હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સની ટીમો જયપુરના સવાઈમાન સિંહ સ્ટેડિયમમાં આમને સામને થવાની છે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો મુંબઈની વાત કરીએ તો ટીમને ભલે પ્રથમ સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી ટીમે વધુ સારું પ્રદર્શન કર્યું છે અને જીતના માર્ગે પરત ફરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે જયપુરમાં રાજસ્થાન રોયલ્સને હરાવવું આસાન નહીં હોય. હાર્દિક પંડ્યાએ હવે એ કામ કરવું પડશે જે છેલ્લા 12 વર્ષથી થયું નથી.

હેડ ટુ હેડ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ આ ટૂર્નામેન્ટની છેલ્લી મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમશે. આ પછી રાજસ્થાનની ટીમ તેની બાકીની હોમગ્રાઉન્ડ મેચ ગુવાહાટીમાં રમતી જોવા મળશે. પરંતુ જો મુંબઈની ટીમે ભૂતકાળના કેટલાક આંકડા પર નજર કરીએ તો છેલ્લા 12 વર્ષથી જયપુરમાં મુંબઈ જીતી શક્યું નથી.12 વર્ષથી ચાલી રહેલા ટ્રેન્ડને તોડવાની જવાબદારી હાર્દિક પંડ્યા પર છે.

રાજસ્થાન અને મુંબઈ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને વચ્ચે 29 વખત ટક્કર થઈ છે. જેમાં રાજસ્થાને 13 અને મુંબઈએ 15 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જો આકડા પર નજર કરીએ તો મુંબઈનું પલડું ભારે છે પરંતુ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ છેલ્લી વખત 2012માં જીત્યું હતું. ત્યારબાદ મુંબઈએ રાજસ્થાનને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવી શક્યું નથી. જો આ વર્ષની આઈપીએલની વાત કરીએ તો રાજસ્થાને જયપુરમાં ચારમાંથી ત્રણ મેચ જીતી છે, માત્ર ગુજરાત ટાઈટન્સની ટીમ જ તેને તેમના ઘરઆંગણે હરાવવામાં સફળ રહી છે. રાજસ્થાન અને મુંબઈ વચ્ચે જયપુરમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાંથી રાજસ્થાને 5 મેચ જીતી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

રાજસ્થાન રોયલ્સની ટીમઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, કુલદીપ સેન/સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયર: નાન્દ્રે બર્ગર/કેશવ મહારાજ

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રિત બુમરાહ.

ઈમ્પેક્ટ પ્લેયર: આકાશ માધવાલ

  • Follow us on: