• BCCIએ પંજાબના કપ્તાન સેમ કરનને ફટકાર્યો દંડ
  • આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ફટકાર્યો દંડ
  • કરન અનુચ્છેદ 2.8 મુજબ લેવલ 1ના ગુનામાં દોષિત

IPL 2024ની અડધી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન કઈ ખાસ રહ્યું નથી. IPL 2024ની 37મી મેચમાં પંજાબને ગુજરાત ટાઈટન્સ સામે 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પંજાબને પ્લેઓફમાં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની ગયું છે. આ ટૂર્નામેન્ટમાં પંજાબે અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાંથી માત્ર 2 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે હારની સિક્સર લગાવી છે. પંજાબ પહેલાથી જ કાયમી કપ્તાન શિખર ધવની ઈજાને કારણે મુશ્કેલીમાં છે. ગુજરાત સામેની હાર બાદ પંજાબને વધુ એક મુશ્કેલીમાં મુકાઈ છે. BCCIએ પાર્ટ ટાઈમ કપ્તાન સેમ કરનને દંડ ફટકાર્યો છે.

સેમ કરન દોષિત

ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સેમ કરને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કરન અનુચ્છેદ 2.8 મુજબ લેવલ 1નો ગુનામાં દોષિત સાબિત થયો છે. આ કારણોસર BCCIએ ખેલાડીને મેચ ફીનો 50 ટકા દંડ અને ચેતવણી આપવામાં આવી છે કે આગળ આવી ભૂલ નહીં કરે. આ કારણોસર કપ્તાન સેમ કરનની મુશ્કેલીઓ થોડી વધી ગઈ છે.

મેચની સ્થિતિ

ગુજરાત સામેની મેચમાં કપ્તાન સેમ કરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબને સેમ કરન અને પ્રભસિમરન સિંહે શાનદાર શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે 56 રન જોડ્યા હતા. ત્યારબાદ પંજાબની ઈનિંગ ખોરવાઈને માત્ર 97 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અંતમાં હરપ્રીત બ્રારએ તોફાની ઈનિંગ રમીને પંજાબને 142 રનના લડાયક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ગુજરાતના બોલરોની વાત કરવામાં આવે તો સાઈ કિશોરે 4 સફળતા હાંસલ કરી હતી. જ્યારે મોહિત શર્મા અને નૂર અહેમદે 2-2 વિકેટ લીધી હતી. બાદમાં પંજાબ તરફથી બોલરોએ સારી બોલિંગ કરી હતી. પરંતુ અંતમાં રાહુલ તેવટીયાએ 18 બોલમાં અણનમ 36 રનની ઈનિંગ રમીને પંજાબના મોઢામાંથી જીત છીનવી લીધી હતી.


  • Follow us on: