• ટીમની માંગને અમ્પાયરે નકારતા ગંભીર અમ્પાયર પર થયા ગુસ્સે
  • કોલકત્તાની ટીમ સુનીલ નરેનને મેદાન બહાર લાવવા ઈચ્છતી હતી
  • 18 મી ઓવરમાં ટીમ રૉયને ફિલ્ડિંગ માટે મોકલવા ઈચ્છતી હતી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે રવિવારે ખાસ મેચ જોવા મળી. તેમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે આખીર બોલમાં રન આઉટ કરીને રોયલ ચેલેન્જર્સે 1 રને જીત મેળવી છે. આ મેચમાં વિરાટ કોહલીને આઉટ કરવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. આ સમયે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના મેન્ટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મેદાન પર અમ્પાયર સાથે બોલાચાલી કરી ગંભીરે

ગૌતમ ગંભીર આ વીડિયોમાં ફોર્થ અમ્પાયર સાથે બોલાચાલી કરી રહ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાની ઈનિંગમાં 18 ઓવર રમી હતી અને 19મી શરૂ થવાની હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઈનિંગની 19મી ઓવર શરૂ થતા પહેલા ગૌતમને ફોર્થ અમ્પાયરની સાથે ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને લાગી રહ્યું હતું કે વિરાટ કોહલીને આઉટ આપ્યા બાદ નિર્ણયથી નાખુશ થઈને ફોર્થ અમ્પાયર સાથે લડ્યા હતા. પણ સચ્ચાઈ કંઈ અલગ હતી.

 

સામે આવ્યું ચર્ચાનું કારણ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઈનિંગના 18 ઓવર ખતમ થયા બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ સુનીલ નરેનને મેદાન બહાર બોલાવવા ઈચ્છતી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ ઈચ્છતી કે સુનીલ નરેનની જગ્યાએ અનુકૂળ રૉયને ફિલ્ડિંગ માટે મેદાન પર જાય. આવું એટલા માટે કેમકે અનુકૂળ રૉય એક સારા ફીલ્ડર છે. જો કે કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમની માંગને અમ્પાયરે નકારી દીધી, સુનીલ નરેનને ફરીથી મેદાનની અંદર જઈને ફિલ્ડિંગ કરવી પડી. કોલકત્તા નાઈટ રાઈડર્સના મેન્ટોર ગૌતમ ગંભીર અને કોચ ચંદ્રકાંત પંડિત આ વાતથી ગુસ્સે થયા. ગંભીરે આ સમયે ગુસ્સામાં ફોર્થ અમ્પાયરની સાથે ચર્ચા કરી.

KKRએ RCBને હરાવ્યું

ફિલ સૉલ્ટ અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગનાા બાદ આંદ્રે રસેલની અધ્યક્ષતામાં બોલર્સના સારા પ્રદર્શનથી કોલકત્તા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની રોમાંચક મેચમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 1 રનથી માત આપી, સોલ્ટે 14 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 48 રન બનાવ્યા તો અય્યરે 36 બોલમાં 50 રનની ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેનાથી કેકેઆરે 7 વિકેટ પર 222 રન બનાવ્યા. આરસીબીની મેચ બાદ છેલ્લા બોલ પર 221 રન પર સમેટાઈ ગઈ.

  • Follow us on: