- બોલિંગમાં સાંઈ કિશોરે કર્યો કમાલ, 4 ઓવરમાં 4 વિકેટ લીધી
- બેટિંગમાં ગિલ અને રાહુલ તેવટિયાએ કર્યો કમાલ
- પંજાબ કિંગ્સની સામે જીત સાથે ગુજરાત ટાઈટન્સની ચોથી જીત
આઈપીએલ 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઈટન્સને સરળતાથી જીત મળી છે. એકવખત એવું લાગ્યું કે મેચ ફસાઈ શકે છે અને પછી પંજાબ કિંગ્સની તરફ જઈ શકે છે પરંતુ આખરે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ દમ દેખાડ્યો અને મેચ જીતી લીધી. આ ગુજરાત ટાઈટન્સની આ સીઝનની ચોથી જીત છે. જીટી આ સીઝનમાં અત્યાર સુધીની 8 મેચમાં 4માં જીત્યું છે. પ્લેઓફની રકેસમાં રહેવા માટે જીટી માટે આ જીત જરૂરી હતી. તો જાણો કયા 3 ખેલાડીઓએ મેચ જીતવા માટે કર્યા અથાગ પ્રયાસ અને બન્યા હીરો.
બોલિંગમાં આ ખેલાડીએ દેખાડ્યો દમ
પંજાબ કિંગ્સે ગુજરાતને જીત માટે સરળ લક્ષ્ય આપ્યું હતું, સેમ કરનની અધ્યક્ષતામાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરી અને 142 રનનો સ્કોર બનાવીને ઓલઆઉટ થયા. પંજાબની તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ 35 રન બનાવ્યા તો હરપ્રીત બરાડે 12 બોલમાં 29 રન બનાવ્યા, કેપ્ટને 20 રન બનાવ્યા. તમામ ખેલોડીઓના યોગદાન બાદ ટીમ 142નો સ્કોર બનાવી શકી હતી. આ સ્કોર ગુજરાતે 3 વિકેટમાં જ બનાવી દીધો હતો. મેચમાં ગુજરાત ટાઈટન્સના 3 ખેલાડીઓ જીતના હીરો રહ્યા. સૌથી પહેલા તો બોલિંગમાં સાંઈ કિશોરે ખાસ બોલિંગ કરી અને તેઓએ 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી. આ કારણે પંજાબનો સ્કોર 150થી વધારે બની શક્યો નહીં.
2 બેટ્સમેને હંફાવ્યા પંજાબના બોલર્સને
ગુજરાત ટાઈટન્સની જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ પણ રહ્યા. 29 બોલમાં 35 રનની ઈનિંગ રમીને ટીમ માટે મોટું યોગદાન આપ્યું. એક પછી એક ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા અને ગિલની સૂઝબૂઝ કામ આઆવી. જીતના ત્રીજા હીરો રાહુલ તેવટિયા રહ્યા. તેવટિયાનું બેટ ફરી ચાલ્યું છે અને સાથે 18 બોલમાં 36 રનની ઈનિંગ રમી છે. આખરી સમયમાં જ્યારે ટીમ મુસીબતમાં હતી ત્યારે આ સ્થિતિમાં તેવટિયા મેદાન પર ટકી રહ્યા અને ટીમને જીત અપાવી.