- બીસીસીઆઈએ ફાઈન સ્લો ઓવર રેટનું કારણ આપ્યું
- કેપ્ટનને ભરવા પડશે 12 લાખ રૂપિયાનો દંડ
- એક ભૂલના કારણે કેપ્ટનને થયું લાખોનું નુકસાન
કોલકાતા નાઈટ રાઈડર્સએ રવિવારે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હારના દુ:ખ વચ્ચે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફાફ ડુ પ્લેસિસને એક ભૂલના કારણે 12 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.
ફાફ ડુ પ્લેસિસને આ કારણે થયો દંડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ હાર્યા બાદ 12 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડ્યો હતો. IPL દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ધીમી ઓવર રેટના કારણે તેના પર આ દંડ લગાવવામાં આવ્યો છે. મતલબ કે મેચ દરમિયાન તેની ટીમ આરસીબીએ નિર્ધારિત સમયની અંદર 20 ઓવરનો પૂરો ક્વોટા ખતમ કર્યો ન હતો.
અનેક કેપ્ટન પર લાગી ચૂક્યો છે દંડ
IPLની આ સિઝનમાં ફાફ ડુ પ્લેસિસ ધીમી ઓવર રેટનો શિકાર થનાર પ્રથમ વિદેશી અને એકંદરે 8મો કેપ્ટન છે. તેના પહેલા આ દંડ IPL 2024માં કેપ્ટનશિપ કરી રહેલા તમામ ભારતીય કેપ્ટનો પર લગાવવામાં આવ્યો છે, જેમાં શુભમન ગિલ, ઋષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના નામ સામેલ છે.