• થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ થયા કોહલી
  • મેદાન છોડતા પહેલા પણ કરી અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા
  • ડગ આઉટના રસ્તામાં ડસ્ટબિનને જોરથી ધક્કો મારી પાડી દીધી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રવિવારે રમાયેલી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીને આઉટ થવાની ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ બબાલ થઈ છે. આ મેચમાં વિરાટ કોહલીને આઉટ આપવાનો મુદ્દો ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પહેલી ઈનિંગમાં ત્રીજી ઓવરમાં હર્ષિત રાણાના ફૂલટોસ બોલને કાબૂમાં રાખી શક્યા નહીં અને ફરી બોલર્સને કેચ આપી દીધો.

લાઈવ મેચમાં કોહલીએ ખોવી દીધો કંટ્રોલ

વિરાટ કોહલીએ ફૂલટોસ બોલ કમરથી ઉપર હોવાનો દાવો કરવા રિવ્યુ લીધો પણ થર્ડ અમ્પાયરનો તર્ક હતો કે કોહલી ક્રિઝથી બહાર હતા અને બોલ નીચેની તરફ જઈ રહી હતી. કોગલી થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે ભરાય અને સાથે જ ક્રિઝ છોડતા પહેલા મેદાની અમ્પાયરની સાથે ચર્ચા પણ કરી. કોહલીએ મેદાન બહાર નીકળતા પહેલા બેટ પછાડ્યું અને સાથે જ પોતાની નારાજગી વ્યક્ત કરી. આ પછી ડગ આઉટની તરફ જતાં રસ્તામાં રાખેલી ડસ્ટબિન જોરથી હાથ મારીને પાડી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કોહલીને ભોગવવી પડી શકે છે મોટી સજા

કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે આ મેચમાં વિરાટ કોહલી 7 બોલમાં 18 રન બનાવીને આઉટ થયા. અમ્પાયરની સાથે મેદાન પર ગુસ્સે થવું અને સાથે જ ડગ આઉટની તરફ જતા રસ્તામાં રાખેલી ડસ્ટબિનને મારીને પાડી દેવી એ કોહલીને ભારે પડી શકે છે. કોહલીને તેની આ ભૂલના કારણે સજા થઈ શકે છે. અને બીસીસીઆઈ કોહલીને ભારે દંડ ફટકારી શકે છે. ઉલ્લેખનીય છે કે ફિલ સોલ્ટ અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગ બાદ આંદ્ર રસેલની અધ્યક્ષતામાં બોલર્સના સારા પરફોર્મન્સને કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના રોમાંચક મેચમાં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 1 રને હરાવ્યું હતું.

 

છેલ્લા બોલ પર થયો મેચનો નિર્ણય

ફિલ સોલ્ટે 14 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 48 રન બનાવ્યા તો અય્યરે 36 બોલમાં 50 રનની ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સ લગાવી. તેનાથી કેકેઆરને 7 વિકેટમાં 222 રન બનાવવામાં સફળતા મળી. મેચના છેલ્લા બોલ પર 221 રનમાં ટીમ સમેટાઈ. છેલ્લા બોલમાં આરસીબીને જીત માટે 2 વિકેટ બાકી હતી ત્યારે 21 રનની જરૂર હતી અને કર્ણ શર્માએ મિચેલ સ્ટાર્કની શરૂઆતના 4 બોલમાં 3 સિક્સ લગાવીને રોમાંચ વધારી દીધો. પાંચમા બોલ પર બોલરે કેચ આઉટ આપ્યો અને છેલ્લા બોલ પર લૉકી ફર્ગ્યુસન બીજો રન લેવાની કોશિશમાં આઉટ થયા. તેનાથી ટીમને લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી આવી.  

  • Follow us on: