• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • T20 વર્લ્ડકપમાં શ્રીલંકાએ સૌથી વધુ મેચ જીતી
  • શ્રીલંકાએ 51 મેચમાંથી 31માં જીત મેળવી છે

T20 વર્લ્ડકપ 2024 IPL 2024ના સમાપનના થોડા દિવસો બાદ જ શરૂ થશે. IPL 2024ની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાશે જ્યારે વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થશે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં અમેરિકાનો મુકાબલો કેનેડા અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો પાપુઆ ન્યુ ગીની સામે થશે. આ વખતે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની અત્યાર સુધી 8 સીઝન રમાઈ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે વર્લ્ડકપમાં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે.

શ્રીલંકાએ સૌથી વધુ મેચ જીતી

ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ નહીં, શ્રીલંકા એવી ટીમ છે જેણે વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતી છે. શ્રીલંકાએ T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 51 મેચ રમી છે અને 31માં જીત મેળવી છે. આ યાદીમાં પાકિસ્તાન બીજા સ્થાને છે જેણે 47 મેચ રમી છે અને 28માં જીત મેળવી છે. આ યાદીમાં ભારત ત્રીજા સ્થાને (27), ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને (25) અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 5માં સ્થાને (24) છે.

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ

  • શ્રીલંકા: 31
  • પાકિસ્તાન: 28
  • ભારત: 27
  • ઓસ્ટ્રેલિયા: 25
  • ઈંગ્લેન્ડ: 24
  • દક્ષિણ આફ્રિકા: 24
  • ન્યુઝીલેન્ડ: 23
  • વેસ્ટ ઈન્ડિઝ: 19
  • બાંગ્લાદેશ: 9
  • નેધરલેન્ડ્સ: 9
  • ઝિમ્બાબ્વે: 8
  • આયર્લેન્ડ: 7
  • અફઘાનિસ્તાન: 7

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે 2-2 વખત ટાઈટલ જીત્યું

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ ટાઇટલ જીતનાર દેશોની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડે 2-2 વખત ટાઇટલ જીત્યા છે. તેમના સિવાય ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વખત ટ્રોફી જીતી છે.

  • T20 વર્લ્ડકપ 2007: વિજેતા- ભારત
  • T20 વર્લ્ડકપ 2009: વિજેતા- પાકિસ્તાન
  • T20 વર્લ્ડકપ 2010: વિજેતા- ઈંગ્લેન્ડ
  • T20 વર્લ્ડકપ 2012: વિજેતા- વેસ્ટ ઈન્ડિઝ
  • T20 વર્લ્ડકપ 2014: વિજેતા- શ્રીલંકા
  • T20 વર્લ્ડકપ 2016: વિજેતા- વેસ્ટ ઈન્ડિઝ
  • T20 વર્લ્ડકપ 2021: વિજેતા- ઓસ્ટ્રેલિયા
  • T20 વર્લ્ડકપ 2022: વિજેતા- ઈંગ્લેન્ડ

  • Follow us on: