• પેટ કમિન્સે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર-2023
  • મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે ખ્વાજાની પસંદગી
  • વિરાટ કોહલીએ આ વર્ષે 1377 રન બનાવ્યા છે

ICC દ્વારા વર્ષ-2023 ના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ICC મેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર-2023 તરીકે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ વિરાટ કોહલી ચોથી વખત ICC મેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યો છે.

આ વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓમાં વિરાટ કોહલી ઉપરાંત ભારતનો મોહમ્મદ શમી અને શુભમન ગિલની સાથે ડેરિલ મિચેલનું પણ નામ હતું. જ્યારે આ બધાને પાછળ છોડી વિરાટ કોહલી ટોપ પર રહ્યો છે. આ તરફ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર-2023 તરીકે પસંદગી પામ્યો છે.

ચોથી વખત એવોર્ડ પોતાના નામે કર્યો 

નોંધની છે કે, કોહલીએ ચોથી વાર એવોર્ડ પોતાના નામે કરીને એબી ડિવિલિયર્સને પાછળ છોડી દીધો છે. દક્ષિણ અફ્રિકાનો ડિવિલિયર્સ ત્રણ વખત એવોર્ડ જીતી ચુક્યો છે. જ્યારે વિરાટે 2012,2017 અને 2018 બાદ 2023માં એવોર્ડ જીતી સૌતી વધુ વાર એવોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2023 માં વિરાટે 1377 રન બનાવ્યા જેમાં 6 સદી અને 8 અર્ધ સદી ફટકારી છે.

પેટ કમિન્સ પ્લેયર ઓફ ધ યર

જ્યારે પેટ કમિન્સે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યરની રેસમાં ભારતીય ખેલાડીઓ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા તેમજ ટ્રેવિસ હેડને પાછળ છોડ્યા છે. કમિન્સે કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ 2023માં બે ICC ટાઇટલ (WTC ફાઇનલ અને ક્રિકેટ વર્લ્ડ કપ) જીત્યા હતા. આ બંને ટાઈટલ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને જીત્યા હતા. પેટ કમિન્સે વર્ષ 2023માં કુલ 24 મેચમાં 422 રન બનાવ્યા અને 59 વિકેટો લીધી.

ઉસ્માન ખ્વાજા ટેસ્ટ પ્લેયર 

બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાને વર્ષ 2023 માટે મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ખ્વાજાએ આ એવોર્ડની રેસમાં ભારતના રવિચંદ્રન અશ્વિન, જો રૂટ અને વિસ હેડને પાછળ છોડ્યા હતા. ઉસ્માન ખ્વાજા છઠ્ઠો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે જેને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. ખ્વાજા પહેલા રિકી પોન્ટિંગ (2006), માઈકલ ક્લાર્ક (2013), મિશેલ જોન્સન (2014), સ્ટીવ સ્મિથ (2015) અને પેટ કમિન્સ (2019) પણ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.

  • Follow us on: