• ભારત પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી, 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં
  • રાઈટ હેન્ડેડ રજત પાટીદારે "મેન ઈન બ્લુ" માટે ઓપનિંગ કર્યું હતું
  • અમદાવાદમાં ઈંગલેન્ડ લાયન્સ સામે 151 રન બનાવ્યાં હતાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના સૂત્રોના જણાવ્યાં અનુસાર, ઇંગ્લેન્ડ સામેની ભારતની પ્રથમ બે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના સ્થાને રાઈટ હેન્ડ બેટર રજત પાટીદારને બુધવારે બોલાવવામાં આવ્યો છે. પાટીદારે 21 ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામે 3જી ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે 'મેન ઇન બ્લુ' માટે ઓપનિંગ કર્યું હતું અને 137.50 ના સ્ટ્રાઇક રેટ સાથે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા.

હજુ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી

આ દરમિયાન ગયા અઠવાડિયે જ પાટીદાર ભારત A માટે રમ્યો હતો અને અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે 151 રન બનાવ્યા. આ રાઈટ હેન્ડેડ બેટર હાલમાં તેના સર્વોચ્ચ ફોર્મમાં છે, જે ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને મદદ કરશે. જો કે, 30 વર્ષીય આ ખેલાડીએ હજુ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી.

BCCIએ જાહેરાત કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રજત પાટીદારે 40.4 ની એવરેજ અને 144.29 ની સ્ટ્રાઇક રેટ સાથે 12 મેચ રમીને 404 રન બનાવ્યા હતાં. સોમવારે, BCCIએ જાહેરાત કરી કે સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી ગયો છે. બીસીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને અંગત કારણો ધરીને ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી તેનું નામ પાછું ખેંચી લેવા વિનંતી કરી છે.

પ્રથમ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે

બીસીસીઆઈ મીડિયાએ પ્રશંસકોને વિનંતી કરે છે કે, આ સમય દરમિયાન વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને તેના અંગત કારણો વિશે અનુમાન લગાવવાથી દૂર રહે. ભારતીય ક્રિકેટ ટીમને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે, તેઓ ટેસ્ટ શ્રેણીમાં આવનારા પડકારોનો સામનો કરે છે, ભારત પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે, જેમાંથી પ્રથમ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 2 ફેબ્રુઆરીએ વિઝાગમાં રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ ધર્મશાળામાં યોજાશે અને શ્રેણી 11 માર્ચે સમાપ્ત થશે.

  • Follow us on: