- ટીમ ઈન્ડિયાની વિજય પરેડ બાદ ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં દર્શકો સાથે વંદે માતરમ ગાયું
- સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરાટ કોહલીનો પ્લાન હતો
- વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ 4 દિવસ સુધી બાર્બાડોસમાં અટવાયેલી ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશે સાથે મળીને આ વર્લ્ડકપ જીતની ઉજવણી કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં વિક્ટરી પરેડ પણ કાઢી હતી. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમમાં પણ સમગ્ર ટીમ ઈન્ડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડેમાં દર્શકોની સાથે વંદે માતરમ પણ ગાયું હતું. આ દરમિયાન વિરાટ કોહલી પૂરા જોશ સાથે વંદે માતરમ ગાતો જોવા મળ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલીએ ટીમના ખેલાડીઓ સાથે દર્શકોની સાથે વંદે માતરમ ગાવાની તૈયારીઓ પણ કરી લીધી હતી.
સામે આવ્યો નવો વીડિયો
વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકો સાથે ટીમ ઈન્ડિયા વંદે માતરમ ગાતા વિક્ટરી પરેડનું સમાપન થયું. આ દરમિયાન તમામ ખેલાડીઓ દર્શકો સાથે વંદે માતરમ ગાતા જોવા મળ્યા હતા. જેમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સૌથી આગળ જોવા મળ્યા હતા. હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી વંદે માતરમ ગાતા પહેલા અન્ય ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલી પહેલાથી જ દર્શકો સાથે વંદે માતરમ ગાવાનું પ્લાન કરી રહ્યો હતો.
ટી20માંથી લીધો સંન્યાસ
ટી20 વર્લ્ડકપ 2024 વિરાટ કોહલી માટે એટલો ખાસ ન હતો જેટલો ફેન્સ અને કોહલીએ અપેક્ષા રાખી હતી. ફાઈનલ મેચ સિવાય કોહલી ટૂર્નામેન્ટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. ઘણી વખત કોહલી શૂન્ય પર પણ આઉટ થયો હતો. પરંતુ ફાઈનલમાં કોહલીએ શાનદાર ઈનિંગ રમીને ભારતને ટાઈટલ જીતાડવામાં મહત્વનો રોલ પ્લે કર્યો હતો. જેના કારણે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને ફેન્સને હેરાન કરી દીધા હતા.
Image - X