ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા ફિલ્ડીંગ કરી રહી છે. આ દરમિયાન વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની નકલ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


વિરાટ કોહલીએ કરી નકલ

કાનપુરમાં પહેલા ફિલ્ડિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ફિલ્ડિંગ પહેલા ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ સહિત ખેલાડીઓ પણ વોર્મઅપ કરી રહ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલની સામે જસપ્રિત બુમરાહની નકલ કરવાનું શરૂ કર્યું. પહેલા કોહલીએ જસ્સીના એક્શનની મજાક ઉડાવી હતી. આ દરમિયાન જડ્ડુ સહિત હાજર અન્ય ખેલાડીઓ જોર જોરથી હસવા લાગ્યા. હવે કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

બુમરાહનું પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન

જસપ્રિત બુમરાહે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દાવમાં તેણે 50 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 1 વિકેટ ઝડપી હતી. જોકે, બુમરાહે બીજી મેચની પ્રથમ ઇનિંગમાં એક પણ સફળતા હાંસલ કરી શક્યો નથી. તેઓ સતત વિકેટ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ મેચની સ્થિતિ

વરસાદના કારણે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશે 35 ઓવરમાં 107/3 રન બનાવી લીધા છે. ઓપનર ઝાકિર હસન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય શાદમાન ઈસ્લામ 36 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન નઝમુલ હસન શાંતોએ પણ નિરાશ કર્યા હતા. તેણે 57 બોલમાં 31 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 81 બોલમાં 40 રન અને મુશફિકુર રહીમ 13 બોલમાં 6 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. આકાશદીપે 2 અને આર અશ્વિને 1 વિકેટ લીધી છે.

  • Follow us on: